નવી દિલ્હીઃ Train Accidents in India: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા અકસ્માતને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ભારતીય રેલવેની ટ્રેકિંગ સિસ્ટમે બે ટ્રેનો ટકરાતા પહેલાની ક્ષણો વિશે જણાવ્યું છે. આ અકસ્માતમાં 280 લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈન્ટરસેક્શન પર રેલવે ટ્રાફિક અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા યાર્ડ લેઆઉટ અથવા ડાયાગ્રામ અકસ્માત સમયે ત્રણ ટ્રેનોની સ્થિતિ દર્શાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પ્રમાણે ડાયગ્રામમાં વચ્ચેની લાઇન યૂપી લાઇન છે, જેના પર શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરો મંડલ એક્સપ્રેસ આવી રહી હતી. જ્યારે બીજી લાઇન, જેનું નામ ડીએન લાઇન છે, તેનાથી બેંગલુરૂ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ ક્રોસ કરી રહી હતી. 


સૂત્રોએ જણાવ્યું કે કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ત્યારબાદ તે સાઇટ ટ્રેક પર ઉભેલી માલગાડી સાથે અથડાયા. આ સિવાય કેટલાક કોચ ડીએન મેન લાઇન પર પડ્યા. ત્યારબાદ બેંગલુરૂ-હાવડા ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા ડબ્બા સાથે અથડાઈ હતી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube