નવી દિલ્હીઃ Coromandel Train Accident: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) ના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 275 લોકોના મોત થયા છે. બીજીતરફ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ રૂટ પર ફરી ટ્રેન સેવા શરૂ થાય તે માટે રેલવે તંત્ર સતત કામ કરી રહ્યું છે. આ વચ્ચે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ છે કે ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે સીબીઆઈ તપાસ કરશે. તેમણે કહ્યું કે રેલવે બોર્ડે આ ભલામણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈ તપાસ કરશે
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે ભીષણ ટ્રેન દુર્ઘટના સર્જાય હતી. જેમાં એક સાથે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 275 લોકોના મૃત્યુ થયા છે. હવે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે, આ ઘટનાની તપાસ સીબીઆઈ કરશે. રેલ મંત્રીએ કહ્યુ કે બે લાઇનમાં પાટાના સમારકામનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે તેના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રેલવે બોર્ડ તરફથી આ મામલાની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે. 


Monsoon 2023: ચોમાસું આવી ગયું છે કે હવે રાહ જોવી પડશે? હવામાન વિભાગે કરી ભવિષ્યવાણી


કોરોમંડલ એક્સપ્રેસ યશવંતપુર એક્સપ્રેસની છેલ્લી બે બોગી સાથે અથડાઈ હતી
જયા વર્માએ વધુમાં જણાવ્યું હતું કે માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી ન હતી કારણ કે માલસામાન ટ્રેન લોખંડનું વહન કરતી હતી. જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું. તે મોટી સંખ્યામાં મૃત્યુ અને ઇજાઓનું કારણ છે. કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા કોચ ડાઉન લાઇન પર આવ્યા અને ડાઉન લાઇન પર 128 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી યશવંતપુર એક્સપ્રેસના છેલ્લા બે કોચ સાથે અથડાઈ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube