નવી દિલ્હીઃ Rail Budget 2022 News:  કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman Budget Speech) લોકસભામાં દેશનું બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં 16 લાખ યુવાઓને નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું કે આ બજેટથી આગામી 25 વર્ષનો પાયો નાખવામાં આવશે. દાવો છે કે આ બજેટમાં તમામ વર્ગ માટે કંઈક રાખવામાં આવ્યું છે. આ વચ્ચે નાણામંત્રીએ જાહેરાત કરી કે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે. સાથે 8 નવાવ રોપવેનું નિર્માણ થશે. વંદે ભારત ટ્રેન દેશની પ્રથમ સ્વદેશી તકનીકથી નિર્મિત થનારી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. 


આ પણ વાંચોઃ Budget 2022: નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, LIC ના IPO પર આપી માહિતી


વધશે નેશનલ હાઈવેની લંબાઈ
આ સાથે નાણામંત્રીએ જણાવ્યું કે, 2022-23 વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ 25,000 km સુધી વધારવામાં આવશે. પહાડી વિસ્તારની પર્વતમાળાના રોડને PPP મોડ પર લાવવામાં આવશે. 


શું છે વંદે ભારત ટ્રેન
વંદે ભારત ટ્રેન ઘણી આધુનિક સુવિધાઓથી લેસ છે. આ ટ્રેનમાં ઓન બોર્ડ વાઈ-ફાઈ, જીપીએસ આધારિત યાત્રી ઇન્ફોર્મેશન સિસ્ટમ, સુંદર આંતરિક સજાવટ, વેક્યૂમ શૌચાલય, એલઈડી લાઇટ, દરેક સીટ નીચે ચાર્જિંગ પોઈન્ટ, હરેક સીટ નીચે રીડિંગ લાઇટ, એન્ટેલિજન્સ એર કંડીશનિંગ સિસ્ટમ, દિવ્યાંગો માટે વ્હીલ ચેર, સીસીટીવી, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા જેવી સુવિધાઓ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube