દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનમાં રાજસ્થાનના સ્ટેશનોએ મારી બાજી, જાણો કોણ છે પ્રથમ સ્થાને
રેલવે મંત્રાલય દ્વારા આ વર્ષે દેશના 720 સ્ટેશનનો સર્વે હાથ ધરાયો હતો. ઉપનગરીય સ્ટેશનોને પણ પ્રથમ વખત સામેલ કરાયા હતા. રેલવે મંત્રી પિયુષ ગોયલે આ રેન્કિંગ જાહેર કરતા જણાવ્યું કે, આગળ પણ આ પ્રકારના પ્રયાસો ચાલુ રહેશે અને મુસાફરોને વધુને વધુ સુવિધા આપવાનો પ્રયાસ કરાશે.
નવી દિલ્હીઃ ગાંધી જયંતી નિમિત્તે રેલવે તથા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ દ્વારા દેશના સ્વચ્છ રેલવે સ્ટેશનનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. રેલવે સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્તર પશ્ચિમ રેલવેએ ઝંડોલહેરાવ્યો છે. ભારતીય રેલવેના તમામ ઝોનમાં જયપુર રેલવે સ્ટેશને 931.75 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. દેશભરમાં 720 રેલવે સ્ટેશનોમાં કરાયેલા સરવેમાં પ્રથમ સ્થાને જયપુર, બીજા સ્થાને જોધપુર અને ત્રીજા સ્થાને દુર્ગાપુરા સ્ટેશન રહ્યું છે.
રેલવે દ્વારા હાથ ધરવામાં આવતા સ્વચ્છતા સર્વેમાં ઉત્તર પશ્ચિમ રેલવે ઝોન છેલ્લા બે વર્ષથી તમામ રેલવે ઝોનમાં પ્રથમ સ્થાન હાંસલ કરતું રહ્યું છે. આ જ રીતે 109 ઉપનગરીય રેલવે સ્ટેશનમાં અંધેરી પ્રથમ સ્થાને આવ્યું છે. ત્યાર પછી બીજા નંબરે વિરાર અને ત્રીજા નંબરે નાયગાંવ સ્ટેશન રહ્યું છે.
અયોધ્યા કેસ Live: 'ખોદકામમાં મળ્યો કમળનો આકાર... તે બંધારણ મંદિરનું જ હતું'
રેલવે મંત્રાલય દ્વારા આ વર્ષે દેશના 720 સ્ટેશનનો સર્વે હાથ ધરાયો હતો. ઉપનગરીય સ્ટેશનોને પણ પ્રથમ વખત સામેલ કરાયા હતા. રેલવે મંત્રી પિયુષ ગોયલે આ રેન્કિંગ જાહેર કરતા જણાવ્યું કે, આગળ પણ આ પ્રકારના પ્રયાસો ચાલુ રહેશે અને મુસાફરોને વધુને વધુ સુવિધા આપવાનો પ્રયાસ કરાશે.
સ્વચ્છતા રેન્કિંગ માટે રેલવે મંત્રાલય તરફથી ક્વોલિટી કાઉ્સિલ ઓફ ઈન્ડિયા(QCI) ટીમની રચના કરાઈ હતી. ક્યુસીઆઈ ટીમ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મથી માંડીને સ્ટોલ, રેલવે ટ્રેક, સ્ટેશન પરિસર, રિઝર્વેશન કાઉન્ટર, જનરલ ટિકિટ ઘરની સ્વચ્છતાની ચકાસણી કરે છે. આ ઉપરાંત રિટાયરિંગ રૂમ, વેઈટિંગ રૂમ, ભોજનાલય, સ્નાનાગર અને શૌચાલયની સ્થિતિની પણ તપાસ કરાઈ હતી. સર્વેમાં પ્રોસેસ ઓડિટ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન અને સિટીઝન ફીડબેકને સામેલ કરાયા હતા.
SC/ST સંશોધન એક્ટ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી- અમે એક્ટમાં ફેરફાર નહી કરીએ...
એનએસજી કેટેગરીના ટોચના 10 સ્ટેશન
1. જયપુર
2. જોધપુર
3. દુર્ગાપુરા
4. જમ્મુ તવી
5. ગાંધીનગર(જયપુર)
6. સુરતગઢ
7. વિજયવાડા
8. ઉદયપુર સિટી
9. અજમેર
10. હરીદ્વાર
ઉપનગરીય સ્ટેશનમાં ટોચના-10 સ્ટેશન
1. અંધેરી
2. વિરાર
3. નાયગાંવ
4. કાંદિવલી
5. સંતરાગાચી
6. કરી રોડ
7. ડોંબિવલી
8. કિંગ્સ સર્કલ
9. બોરિવલી
10. સાંતાક્રૂઝ
ટોચના 5 રેલવે ઝોન
1. ઉત્તર પશ્ચિમ રેલવે (33 સ્ટેશન)
2. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (20 સ્ટેશન)
3. પૂર્વ મધ્ય રેલવે (52 સ્ટેશન)
4. દક્ષિણ મધ્ય રેલવે (63 સ્ટેશન)
5. દક્ષિણ પશ્ચિમ રેલવે (38 સ્ટેશન)
જુઓ LIVE TV....