નવી દિલ્હીઃ એનટીપીસી અને ગ્રુપ ડી ભરતી પરીક્ષાઓ પર પ્રતિબંધ લગાવવા અને ઉમેદવારોના હંગામા અને આગચાંપીની ઘટનાઓ બાદ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદ સંબોધી છે. તેમણે કહ્યું કે પરીક્ષા સાથે સંબંધિત કોઈ ફરિયાદ નથી. તેમણે કહ્યું કે સરકાર અને રેલવે બોર્ડ આ મુદ્દા પર ખુબ સાવધાનીથી કામ કરી રહ્યાં છે. આગની ઘટનાઓ પર તેમણે કહ્યું કે રેલવેની સંપત્તિ લોકોની સંપત્તિ જ છે તો તેને સુરક્ષિત રાખો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે પ્રેસને સંબોધિત કરતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે એનટીપીસી અને ગ્રુપ ડી ભરતીમાં કુલ એક લાખ 40 હજાર જગ્યા છે પરંતુ અરજી એક કરોડથી વધુ આપી છે. તેથી બોર્ડ પોતાના સ્તરે કાર્ય કરી રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને ધૈર્ય રાખવાનુ કહ્યું છે. વૈષ્ણવે કહ્યુ કે, પરીક્ષાને લઈ કોઈ ફરિયાદ નથી. આગની ઘટનાઓ પર તપાસના આદેશ આપવામાં આવ્યો છે. રેલવે લોકોની સંપત્તિ છે તેથી તેને સુરક્ષિત રાખવી બધાનું કર્તવ્ય છે. 


બિહારમાં સતત ત્રીજા દિવસે વિદ્યાર્થીઓનું પ્રદર્શન, ટ્રેનમાં લગાવી આગ, ગયામાં પથ્થરમારો


એનટીપીસી અને ગ્રુપ ડી ભરતી પરીક્ષાઓ પર પ્રતિબંધ લગાવ્યા બાદ રેલવે બરતી બોર્ડે આક્રોશિત ઉમેદવારોના વિરોધ પર વિચાર કરવા માટે પાંચ સભ્યોની ઉચ્ચ અધિકાર પ્રાપ્ત સમિતિની રચના કરી છે. આ સમિતિ નારાજ ઉમેદવારોની ફરિયાદો સાંભળશે અને તેની તમામ આશંકાઓનું સમાધાન કરશે. એનટીપીસી રિઝલ્ટ અને ગ્રુપ ડી (લેવલ 1) ભરતી પ્રક્રિયાઓને લઈને ઉમેદવારોને 16 ફેબ્રુઆરી 2022 સુધી વિરોધ અને સૂચનો નોંધાવવાનું કહેવામાં આવ્યું છે. તે પોતાની ફરિયાદ rrbcommittee@railnet.gov.in પર ઈ-મેલ કરી શકે છે. ઉમેદવારોની વાતો પર વિચાર કર્યા બાદ સમિતિને 4 માર્ચ સુધી પોતાની ભલામણોનો રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube