Indian Railways Vande Bharat: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પુરી-હાવડા વચ્ચે દોડતી પ્રથમ વંદે ભારત અને ભાવિ વંદે ભારત વિશે નવા સંકેતો આપતાં કહ્યું કે ભારત સરકાર આધુનિક રેલ્વેની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન રેલ મંત્રીએ કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઈન માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે વંદે ભારત સ્લીપરની મહત્તમ સ્પીડ 240 કિલોમીટર પ્રતિ કલાક હશે. સ્લીપર વંદે ભારત હાલની વંદે ભારત એક્સપ્રેસથી સંપૂર્ણપણે અલગ હશે. નવી વંદે ભારતમાં નવી ટેક્નોલોજીથી બનેલો કોચ હશે. તેનું ઈન્ટીરીયર સંપૂર્ણપણે બદલાઈ જશે. નવી સ્લીપર વંદે ભારત ટ્રેનનું આરામ અને સુવિધાઓનું સ્તર રાજધાની એક્સપ્રેસ કરતા ઘણું સારું હશે. વંદે સ્લીપર ટ્રેનની એવરેજ સ્પીડ રાજધાની એક્સપ્રેસ કરતા લગભગ 40% વધુ હશે, જે તમારા મુસાફરીનો સમય પણ બચાવશે.


આ પણ વાંચો:
Bade Achhe Lagte Hain 3 આ દિવસથી થશે શરૂ, સિરિયલનો નવો પ્રોમો થયો રિલીઝ
Ertiga-Innova ભૂલી જશો! માર્કેટમાં ધમાલ મચાવા આવી રહી છે નવી ત્રણ 7 સીટર કાર
WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને ICCનો મોટો ફટકો! ફાઈનલ મેચ પહેલા એક મોટો ફેરફાર


માહિતી અનુસાર, વંદે ભારતની સફળતા અને લોકપ્રિયતા પછી, રેલ્વે વિભાગ ચેન્નાઈના ICF ખાતે વંદે સ્લીપર એક્સપ્રેસની ડિઝાઇન પર કામ કરી રહ્યું છે. તેની ડિઝાઇનને આગામી વર્ષ એટલે કે માર્ચ 2024 સુધીમાં ફાઇનલ થાય તેવી અપેક્ષા છે. વંદે સ્લીપરની ટ્રાયલ એક વર્ષ સુધી ચાલશે. આ સ્લીપર ટ્રેનની બોગીના લેઆઉટ ડિઝાઇન અને ઇન્ટિરિયરમાં 40 થી 50% ફેરફાર શક્ય છે. આગળ વંદે ભારત સ્લીપર મહત્તમ 240 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે. ટ્રેનની સ્પીડ તબક્કાવાર વધારવામાં આવશે. આ માટે ટ્રેકને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. 


આ પણ વાંચો
Diabetes Control Tips: બ્રાઉન, કાળા કે સફેદ.. ડાયાબિટીસના દર્દીઓએ કયા ચોખા ખાવા જોઈએ
Car Driving Tips: ડ્રાઇવિંગ શીખતાં પહેલાં કારની ABCD જરૂર શીખી લેજો, ફાયદામાં રહેશો

Virat Kohli એ શતકથી બનાવ્યો IPL ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub