નવી દિલ્હી : રાજધાની અને શતાબ્દી જેવી રેલગાડીઓના ખાનગીકરણની વાતને નકારી દેતા રેલમંત્રી પીયુષ ગોયલે શુક્રવારે કહ્યું કે, રેલવેનાં ખાનગીકરણની કોઇ જ યોજના નથી. રેલમંત્રીએ રાજ્યસભાને એક પ્રશ્નનાં લિખિત ઉત્તરમાં જણાવ્યું કે, રાજધાની અને શતાબ્દી જેવી રેલગાડીઓનાં ખાનગીકરણની કોઇ યોજના નથી બનાવવામાં આવી. રેલવેના ખાનગીકરણની કોઇ જ યોજના નથી. ગોયલે એસપી સભ્ય સુરેન્દ્ર સિંહ નાગરને પુછ્યું હતું કે, શું સરકાર રાજધાની અને શતાબ્દી જેવી રેલગાડીઓનું ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડો, કઢંગી હાલતમાં ઝડપાઇ અનેક અભિનેત્રીઓ
લાંબા અંતરની તમામ ટ્રેનમાં સીસીટીવી લગાવવાની યોજના
ગોયલે એખ પ્રશ્નનાં લેખીત જવાબમાં જણાવ્યં કે, સરકારને લાંબા અંતરની તમામ ટ્રેનનાં ડબ્બાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની યોજના છે. પ્રીમિયમ, મેલ, એક્સપ્રેસ અને ઉપનગરીય રેલ ગાડીઓમાં તમામ ડબ્બાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પગલા ઉઠાવાઇ રહ્યા છે. પહેલા તબક્કા દરમિયાન આ ગાડીઓનાં 7020 ડબ્બાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની યોજના છે. 


જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા નાગરિકો માટે અનામત વિધેયક લોકસભામાં પાસ
મોદી સરકારમાં કાશ્મીર સ્વર્ગ જ છે અને જળવાઇ રહેશે : ભાજપ
એક પ્રશ્નના લેખીત જવાબમાં જણાવ્યું કે, 31 જાન્યુઆરી 2019 સુધીની મોટી લાઇન વગર ચોકીદારના તમામ રેલવે ક્રોસિંગને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. હાલની નીતિ અનુસાર મીટર લાઇન અને નાની લાઇન પર ચોકીદાર વગરનાં રેલવે ક્રોસિંગને અમન પરિવર્તન સમાપ્ત કરી દેવાયા. 


જમ્મૂ-કાશ્મીરમાં હજૂ 6 મહિના રહેશે ‘રાષ્ટ્રપતિ શાસન’: ગૃહમંત્રી અમિત શાહ
અને ગોયલે શું કહ્યું
ગોયલે એક અન્ય પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું કે, તહેવાર, ઉનાળાની રજાઓ, અન્ય રજાઓ જેવી ભીડવાળા સમય દરમિયાન માંગ ઉપલબ્ધતાથી વદારે થઇ જાય છે ત્યાર યાત્રી સીટોની અમાનત પ્રણાલીના દુરૂપયોગ પણ હોય છે. આ પ્રકારે આ મુદ્દે વર્ષ 2018 દરમિયાન 2391 દલાલોની ધરપકડ કરવામાં આવી અને 78001 ઇ ટિકિટ પકડાઇ. આ પ્રકારે વર્ષ 2019માં મે સુધી 613 દલાતોની ધરપકડ કરવામાં આવી અને 18784 ઇ ટિકિટ પકડાયા.