મુંબઈ: મુંબઈ (Mumbai)ના રસ્તાઓ પર રોજની જેમ સાંજે ખુબ ટ્રાફિક જામ હતો અને આ ટ્રાફિક મુંબઈગરાઓ માટે કોઈ નવાઈ પણ નથી. પરંતુ રેલવે મંત્રી પીયૂષ ગોયલ ગુરુવારે ઘરે પહોંચવા માટે ખુબ રઘવાયા અને ઉતાવળા થયા હતાં કારણ હતું કડવા ચોથ. તેમને ખબર હતી કે જો તેઓ બાય રોડ ઘરે જશે તો ચોક્કસ મોડા પહોંચશે. આથી  તેમણે લોકલ ટ્રેનનો સહારો લીધો. મંત્રીજી કડવા ચોથ પર ઘરે જવાની ઉતાવળમાં મુંબઈ લોકલમાં ઉપડી ગયાં. આમ રેલવે મંત્રીએ સામાન્ય જનતાની જેમ મુંબઈ લોકલમાં મુસાફરી કરી અને ફટાફટ ઘરે પહોંચ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: BJP નહીં પરંતુ આ પક્ષ પોતાના દમ પર સૌથી વધુ બેઠકો પર લડી રહ્યો છે ચૂંટણી 


વાત જાણે એમ હતી કે કડવા ચોથ પર જલદી ઘરે પહોંચવા માટે રેલવે મંત્રી પીયૂષ ગોયલે લોકલ ટ્રેનનો સહારો લીધો. તેમને ખબર હતી કે જો તેઓ બાય રોડ જશે તો જલદી ઘરે પહોંચશે નહીં. ચૂંટણી પ્રચાર માટે તેઓ ભાયંદર ગયા હતાં. ગોયલે ભાયંદરથી ગ્રાન્ટ રોડ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...