નવી દિલ્હીઃ Railway News: આગામી સાત દિવસ દરમિયાન દરરોજ છ કલાક સુધી રેલવેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ બંધ રહેશે. રેલ મંત્રાલયે કહ્યું કે, પેસેન્જર સિસ્ટમને કોરોના કાળ પહેલાના સમયની જેમ શરૂ કરવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. રિઝર્વેશન સિસ્ટમને પહેલાની જેમ બનાવવા માટે 14 અને 15 નવેમ્બરની રાતથી 20 અને 21 નવેમ્બરની રાતે 11.30 કલાકથી લઈને સવારે પાંચ કલાક સુધી સિસ્ટમ બંધ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે અનુસાર આગામી સાત દિવસ સુધી છ કલાક દરમિયાન યાત્રા પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ, જેમાં ટિકિટ રિઝર્વેશન, કરન્ટ બુકિંગ, કેન્સલેશન, સેવાઓની જાણકારી સહિત અનેક સેવાઓ બંધ રહેશે. મંત્રાલયે કહ્યું કે, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સિવાય તમામ પૂછપરછ સાથે જોડાયેલી સેવાઓ પહેલાની જેમ ચાલું રહેશે. 


આ પણ વાંચોઃ દિલ્હી બાદ આ રાજ્યમાં શાળાઓ બંધ, વધતા પ્રદૂષણને જોતા સરકારે લીધો નિર્ણય


20 મહિના બાદ સામાન્ય થઈ ભારતીય રેલ
ભારતીય રેલ 20 મહિના બાદ એકવાર ફરી સામાન્ય થઈ ગઈ છે. રેલવેએ ટ્રેનોને લઈને કોવિડ-19ના સમયમાં ઉઠાવવામાં આવેલા પગલાંને પરત લીધા છે. હાલમાં રેલવેએ ટ્રેનોમાંથી સ્પેશિયલનો દરજ્જો હટાવી દીધો છે. હવે ટ્રેનો કોવિડ-19 પહેલાની જેમ સામાન્ય થશે. આ સિવાય ભાડું પણ પહેલાની જેમ હશે. 


તમને જણાવી દઈએ કે કોવિડ પ્રોટોકોલમાં રેલવેએ ટ્રેનોને સ્પેશિયલ કેટેગરીમાં ચલાવવાની શરૂઆત કરી હતી. તેનો ઇરાદો ટ્રેનોમાં ભીડને કંટ્રોલ કરવાનો હતો. સ્પેશિયલ કેટેગરી ટ્રેનોમાં ભાડુ સામાન્ય ટ્રેનોના મુકાબલે 30 ટકા વધુ હતું. ટ્રેનમાં હવે 0 પણ નહીં લાગે. તે જૂના નંબર પર ચાલશે. આ સિવાય ભાડુ પહેલાની જેમ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube