નવી દિલ્હીઃ ટ્રેનમાં સફર કરતી વખતે તમે ઘણી વખત નોટિસ કર્યું હશે કે, કેટલીક ટ્રેનને સ્ટેશન પહેલા જ થોડા સમય માટે રોકી દેવામાં આવે છે. અહીં કેટલીક મિનિટોથી લઇને ઘણી વખત કલાકો સુધી ટ્રેન ઉભી રહે છે. આ પાછળનું એક કારણ છે. ઘણીવખત ટ્રેન સ્ટેશનથી બહાર એટલે આઉટર પર ઉભી રહે છે. આમાં લોકો પાયલટ પણ કશું કરી શકતા નથી. ટ્રેનને આઉટર પર ઊભી રાખવાનો નિર્ણય એમનો નથી હોતો. આ ઉપરાંત જ્યાં સુધી તેઓને ગ્રીન સિગ્નલ નહીં મળે ત્યાં સુધી તેઓ ટ્રેન આગળ લઇ જઇ શકતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેનને આઉટર પર ઊભી રાખવાનું મુખ્ય કારણ એ છે કે, આગળના પ્લેટફોર્મ પર 2 અથવા તો વધારે ટ્રેન પહોંચી ગઇ છે. મોટાભાગના સ્ટેશનો પર ટ્રેનને ઊભી રહેવા માટે પ્લેટફોર્મ નક્કી હોય છે. જેના કારણે મુસાફરોને કોઇ મુશ્કેલી પડે નહીં પરંતુ ક્યારેક પ્લેટફોર્મ પરની પરિસ્થિતિ અનુસાર તેમાં બદલાવ આવી શકે છે. જેમ કે, શ્રમજીવી એક્સપ્રેસને લખનઉમાં પ્લેટફોર્મ નંબર 3 પર લાવવાની છે અને તે જ સમયે અન્ય ટ્રેન માટે પ્લેટફોર્મ 3 નક્કી છે તો ટ્રેનને આઉટર પર ઉભી રાખવામાં આવશે. 


તમને મનમાં એ પ્રશ્ન થતો હશે કે, આ નિર્ણય કોણ લેતું હશે. તો આ નિર્ણય સ્ટેશન પ્રબંધકના હાથમાં હોય છે કે, કઇ ટ્રેન આઉટર પર ઊભી રહેશે અને કઇ ટ્રેન પ્લેટફોર્મ પર આવશે. એટલા માટે લોકો પાયલટ કશું કરી શકતા નથી.  કઇ ટ્રેન લેટ ચાલી રહી છે તે આધાર પર સ્ટેશન પ્રબંધક નિર્ણય લેતા હોય છે એવો પ્રયત્ન કરવામાં આવે છે કે, જે ટ્રેન પહેલાથી જ લેટ છે તેને રોકીને ટાઇમ પર ચાલી રહેલી ટ્રેનને પહેલા લીલી ઝંડી આપવામાં આવે. જેમ કે, રાજધાની અને શતાબ્દી ટ્રેનને પહેલા લીલી ઝંડી મળી જાય છે.