રેલવેની સુરક્ષા 5 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ, 75 દુર્ઘટનામાં 40ના મોત
ઈન્દોર-પટના એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટનામાં 150થી વધુ લોકોના મોત થયા હતા. તો 2017થી 2018ના સમયગાળા દરમિયાન 40 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ રેલ યાત્રિકોની સુરક્ષાના સ્તર પર હંમેશા ટીકાનો સામનો કરનાર રેલવેએ આ માર્ચે પોતાની સ્થિતિમાં સુધારો કર્યો છે, સપ્ટેમ્બર 2017થી 2018 વચ્ચે એક વર્ષમાં 75 રેલ દુર્ઘટનામાં 40 લોકોના મોત થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં એક વર્ષની અંદર રેલ દુર્ઘટનામાં આ સૌથી ઓછામાં ઓછું નિકસાન છે. રેલ મંત્રાલયના એક અધિકારીએ સરકારી આંકડાનો હવાલો આપતા આ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, સપ્ટેમ્બર 2016થી ઓગસ્ટ 2017 વચ્ચે આઠ રેલ દુર્ઘટના થઈ હતી, જેમાં 249 લોકોના મોત થયા હતા.
ઈન્દોર-પટના એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટનામાં 150થી વધુ લોકોના મોત થયા હતા. તો 2017થી 2018ના સમયગાળા દરમિયાન 40 લોકોના મોત થયા છે. આ દરમિયાન બે મોટી રેલ દુર્ઘટના થઈ છે. ઓગસ્ટ 2017માં ઉત્કલ એક્સપ્રેસ પાટા પરથી ખડી ગઈ હતી, જેમાં 20 લોકોના મોત થયા હતા. બીજી ઘટના આ વર્ષે એપ્રિલમાં ઉત્તર પ્રદેશમાં થઈ જેમાં એક સ્કૂલ વાન ટ્રેનની ઝપટે આપી હઈ હતી. આ વેનમાં સવાર 13 બાળકોના મોત થયા હતા.
આ રીતે સપ્ટેમ્બર 2013થી ઓગસ્ટ 2014 વચ્ચે 139 રેલ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા. 2014-2015ના સમયગાળામાં 108 દુર્ઘટનામાં 196 લોકો માર્યા ગયા હતા. અધિકારીએ જણાવ્યું, એક સપ્ટેમ્બરથી 31 ઓગસ્ટ 2014ના સમયગાળાની તુલના એક સપ્ટેમ્બર 2017થી 31 ઓગસ્ટ 2018ના સમયગાળા વચ્ચે કરવામાં આવે તો ટક્કર અને ટ્રેન પાટા પરથી ઉતરવાની ઘટનામાં મૃત્યુ પામનારની સંખ્યાને મેળવીને જોવામાં આવે તો તે 62થી ઘટીને ચાર થઈ ગઈ છે. એટલે કે 93 ટકાનો ઘટાડો થયો છે.
તેમણે જણાવ્યું કે, ઈજાગ્રસ્તો અને મૃતકોની સંખ્યામાં ઘટાડો ખાસ કરીને પાટાઓનું મોટા પાયે નવીનીકરણ, નિયમિત સુરક્ષા સમીક્ષા, કર્મચારીઓને સુરક્ષાની આપવામાં આવેલી તાલિમ અને સુરક્ષા પ્રદર્શન પર નજીકથી ધ્યાન રાખવાને કારણે આવી છે. આ સિવાય માનવરહિત ક્રોસિંગ્સ હટાવવાને કારણે દુર્ઘટનામાં ઘટાડો થયો છે. રેલવે માર્ચ 2020 સુધી તેને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે.