આવો વરસાદ 80 વર્ષમાં નથી થયો, મગરો નીકળ્યા રસ્તા પર; મિચોંગ આ રાજ્યોમાં પણ તબાહી મચાવશે
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે માત્ર દક્ષિણ જ નહીં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પણ વાવાઝોડા મિચોંગની અસર જોવા મળશે. ચેન્નઈમાં 80 વર્ષના ચક્રવાતી વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે.
ચેન્નઈઃ મિચોંગ વાવાઝોડાની અસર દક્ષિણ જ નહીં ઉત્તર ભારતમાં પણ જોવા મળી રહી છે. દક્ષિણના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જાણકારી પ્રમાણે મિચૌંગ વાવાઝોડું ચેન્નઈથી 100 કિલોમીટર પૂર્વ-પૂર્વોત્તરમાં છે. તે ઉત્તર તરફ વધી રહ્યું છે. છેલ્લા છ કલાકમાં તે તોફાન 10 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલી રહ્યું હતું. તમિલનાડુમાં ભારે વરસાદને કારણે 5 ડિસેમ્બર સુધી સ્કૂલ-ઓફિસો બંધ કરી દેવામાં આવી છે. ચેન્નઈમાં એટલો ભારે વરસાદ થયો કે કાર પાણીમાં કરવા લાગ્યું હતું. રસ્તાઓ પર મગરો જોવા મળ્યા હતા.
તૂટી ગયો 80 વર્ષનો રેકોર્ડ
તમિલનાડુના મંત્રી કેએન નેહરૂનું કહેવું છે કે ચેન્નઈમાં છેલ્લા 80 વર્ષમાં આ પ્રકારનો ચક્રવાતી વરસાદ થયો નથી. ભારે વરસાદને કારણે ચેન્નઈમાં લાઇટ અને પાણીની સપ્લાય પણ પ્રભાવિત થઈ છે. તમિલનાડુમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યાં છે. ઘણી જગ્યાએ પાણી ભરાવાને કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો લોકોને બચાવવામાં લાગી છે. તમિલનાડુમાં બેસિન બ્રિજ અને વ્યાસરપાડીવચ્ચે પુલ પર અવરજવર રોકી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભયાનક ગતિથી ટકરાયું વાવાઝોડું મિચૌંગ, આ રાજ્યો પાણીમાં ડૂબ્યાં, આ VIDEO હોંશ ઉડાવશે!
કયાં મચાવશે તબાહી
નોંધનીય છે કે આ ચક્રવાતનું નામ મ્યાનમારે આપ્યું છે. 2023માં હિંદ મગાસાગરમાં ઉભુ થનારૂ આ છઠ્ઠું તોફાન છે. હવામાન વિભાગનું કહેવું છે કે તે 5 ડિસેમ્બરે નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં પરિવર્તિત થઈ શકે છે. આ સિવાય તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરીમાં તોફાન અને વીજળી પડવાનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ પ્રમાણે 5 ડિસેમ્બરે ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદ પડી રહ્યો છે. આ બંને રાજ્યોમાં આશરે 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આંધ્ર પ્રદેશમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે 5 ડિસેમ્બરે પણ વરસાદ યથાવત રહી શકે છે. હવામાન જાણકારોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનને કારણે આટલા તોફાનો આવવા લાગ્યા છે. અરબ સાગરનું તાપમાન 1.4 ડિગ્રી સુધી વધી જાય છે. આ વર્ષે સૌથી શક્તિશાળી તોફાન મોચા હતું. ગ્રીનહાઉસ ગેસની ગરમી મોટા ભાગે દરિયામાં સમાઈ છે. તેવામાં દર વર્ષે મહાસાગરોનું તાપમાન વધી રહ્યું છે.
આ પણ વાંચો- લોકસભા પહેલાં 200 સીટો પર ભાજપને બઢત, આ 2 રાજ્યોમાંથી 100 સીટો જીતવાનો ટાર્ગેટ
ચેન્નઈના રસ્તાઓ પર જોવા મળ્યા મગર
ચેન્નઈમાં મૂશળધાર વરસાદ વચ્ચે પૂર જેવી સ્થિતિ છે. આ વચ્ચે ત્યાંના વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં મગર શહેરમાં ફરી રહ્યો છે. તે ચેન્નઈના પેરુંગાલાથુર વિસ્તારમાં જોવા મળ્યો હતો. તમિલનાડુમાં ઘણી જગ્યાએ પાણી ભરાવાને કારણે સમુદ્રી જીવ રસ્તાઓ પર આવી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube