દેશના અનેક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી, હજુ પણ હવામાન વિભાગે કરી છે ખતરનાક આગાહી
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલી સતત વધી રહી છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જળક્રાંતિ જોવા મળી રહી છે. આ વચ્ચે હજુ પણ ભારે વરસાદની આગાહી છે.
નવી દિલ્હીઃ જુલાઈ બાદ ઓગસ્ટમાં પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી.... પહાડોથી લઈને મેદાની પ્રદેશોમાં આકાશમાંથી અનરાધાર પાણી વરસ્યું... જેના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા... કયા રાજ્યમાં કેવો છે મેઘકહેર?... લોકોની કેવી છે હાલત?... જોઈશું આ રિપોર્ટમાં.
હવામાન ખાતાએ આગાહી કરી હતી કે ઓગસ્ટમાં 110 ટકા જેટલો વરસાદ વરસશે... અને હાલ જે પ્રમાણે દેશમાં વરસાદ વરસી રહ્યો છે તેણે તે આગાહીને સાચી ઠેરવી દીધી છે.
પહાડો પર રહેવું કેમ ખતરાથી ખાલી નથી... તેની સાક્ષી પૂરી રહ્યા છે આ દ્રશ્યો... આ દ્રશ્યો જમ્મુ કાશ્મીરના રામબન વિસ્તારના રાજગઢના છે... અહીંયા વાદળ ફાટતાં સાત લોકો તણાઈ ગયા... જેમાં 3 લોકોનાં મૃતદેહ મળ્યા... જ્યારે 4 લોકો હજુ પણ લાપતા છે... વાદળ ફાટતાં રસ્તા પર માટી અને નાના-મોટા પથ્થરોનો કાટમાળ જોવા મળી રહ્યો છે... અનેક મકાનોને પણ ભારે નુકસાન થયું છે... તો જમીનનો મોટો ભાગ પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે.
ભારે વરસાદે ઉત્તરાખંડમાં ફરી એકવખત કોહરામ મચાવ્યો છે... જેમાં મસૂરીથી કેમ્પ્ટી જવાનો રસ્તો ખરાબ રીતે તૂટી ગયો છે... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં બનેલું 'ડીપ ડિપ્રેશન' પાકિસ્તાન તરફ આગળ વધ્યું, હજુ આવતીકાલનો દિવસ ભારે
આ દ્રશ્યો ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી અયોધ્યાના છે... અહીંયા ઉપરવાસમાં થઈ રહેલાં વરસાદના કારણે સરયુ નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે... હાલ નદીમા પાણીનો પ્રચંડ પ્રવાહ પસાર થઈ રહ્યો છે... જેના કારણે સ્થાનિક પ્રશાસને નદીકાંઠાના લોકોને એલર્ટ કરી દીધા છે.
ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે... આ દ્રશ્યો સૌરાષ્ટ્રના જામનગરના છે... જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર, સોસાયટીમાં, લોકોના ઘરમાં, દુકાનોમાં... જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે... જેના કારણે લોકોની મુશ્કેલીમાં સૌથી મોટો વધારો થયો છે.
અનરાધાર વરસાદના કારણે દ્વારકા-જામનગર હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે... રસ્તા પર ખેતરોના પાણી ફરી વળ્યા છે... જેના કારણે અહીંયા નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રસ્તા પર જળબંબાકાર સર્જાતાં સેંકડો લોકો રસ્તામાં અટવાઈ ગયા છે.
વરસાદની ધમાકેદાર બેટિંગની વચ્ચે હવામાન વિભાગે હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી અનેક રાજ્યોમાં કરી છે... જેણે લોકોની ચિંતા વધારી દીધી છે.