Weather Update: 5 દિવસ દેશભરમાં વરસાદનું એલર્ટ, ગરમીથી લોકોને મળશે રાહત
Delhi-NCR Weather Today: દેશના મોટા ભાગના વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે. આ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતભરી માહિતી આપી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દેશભરમાં વરસાદની આગાહી કરી છે.
નવી દિલ્હીઃ Weather Forecast Delhi-NCR: દેશભરમાં વધતી જતી ગરમીએ માત્ર માણસો જ નહીં પરંતુ પશુ-પક્ષીઓને પણ મુશ્કેલીમાં મૂક્યા છે. રાત્રીના સમયે ભેજનું પ્રમાણ વધવાને કારણે પંખાનો પવન પણ આરામ આપતો બંધ થઈ ગયો છે. બપોરના સમયે લોકોએ પોતાના ઘરોમાં કેદ કરી લીધા હતા. ગરમીની લહેરો ત્વચાને બાળવાનું કામ કરી રહી છે. ઉનાળાની આ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસમાં દેશના વિવિધ ભાગોમાં સતત વરસાદ જોવા મળશે. આ સિવાય તાપમાનમાં ઘટાડો નોંધાશે.
ઉત્તરીય રાજ્યોમાં ક્યારે વરસાદ પડશે
21 અને 22 એપ્રિલના રોજ હળવા વરસાદને કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં વધતી ગરમીથી થોડી રાહત મળી હતી, પરંતુ તે પછી અચાનક જ આકરી ગરમીએ ફરી પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું હતું. હવે હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આગામી 5 દિવસમાં તાપમાનનો પારો સામાન્ય કરતા થોડો નીચે આવશે. હવામાન વિભાગે આ અંગે એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે, જેમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે પવનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં તમિલનાડુ, કેરળ, તેલંગાણા અને પુડુચેરીમાં વરસાદનો સુંદર નજારો જોવા મળશે.
આ પણ વાંચોઃ DK Shivakumar છે કોંગ્રેસના 'સંકટમોચક', ભાજપનો ચક્રવ્યૂહ તોડીને અપાવી હતી જીત
નોર્થ ઈસ્ટમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ દ્વારા જારી અખબારી યાદીમાં આગળ કહેવામાં આવ્યું છે કે 27 અને 28 એપ્રિલે ઓડિશા અને ઝારખંડ રાજ્યમાં વરસાદની સાથે કરા પડશે. વાત નોર્થ ઈસ્ટના રાજ્યોની કરીએ તો મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં 28 અને 29 એપ્રિલે ભારે વરસાદની સાથે પવન ફુંકાવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube