દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો, ઘણા વિસ્તારમાં વરસાદ સાથે કરા પડ્યાં, ગરમીથી મળી રાહત
દિલ્હી સિવાય ફરીદાબાદ, નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારમાં પણ વરસાદ આવ્યો છે. હવામાન વિભાગે પણ દિલ્હીના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં ભારે ગરમી વચ્ચે વરસાદ પડ્યો છે. દિલ્હીના કેટલાક વિસ્તારમાં બપોરે કરા પડ્યા તો કેટલીક જગ્યાએ વરસાદ થયો છે. દિલ્હી સિવાય નોઇડા, ગાઝિયાબાદ, ફરિદાબાદના પણ કેટલાક વિસ્તારમાં વરસાદ થયો છે. તો હવામાન વિભાગે દિલ્હીના કેટલાક વિસ્તાર (કાંઝાવાલા, પશ્ચિમ વિહાર, દ્વારકા, પાલમ, સફદરગંજ, વસંત કુંજ) ની સાથે એનસીઆરના )લોની હેદાત, બહાદુરગઢ, ઝિયાબાદ અને છપરૌલા) ની આસપાસ 30-40 કિમી કલાકની ગતિની સાથે હળવા તથા મધ્યમ વરસાદની સાથે ભારે પવનની આગાહી કરી છે.
આ વિસ્તારમાં થઈ શકે છે વરસાદ
હવામાન વિભાગના ટ્વીટ પ્રમાણે, ગુરૂગ્રામ, માનેસર, કરનાલ, રાજૌંદ, ઝીંદ, પાનીપત, નરવાના, ગન્નૌર, ગોહાના, સોનીપત, મહમ, ભિવાની, રોહતક, મટ્ટનહેલ, ઇઝ્ઝર, રેવાડી, બાવલ, કોસલી જેવા વિસ્તારમાં બે કલાકમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
Loudspeaker Row: સંજય રાઉતે રાજ ઠાકરે પર કર્યો પલટવાર, કહ્યું- આજે હિન્દુઓ માટે કાળો દિવસ
ચંદીગઢ, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ
તો હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં પણ વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી છે. ચંદીગઢની પાસે પંજાબના મોહાલી અને હરિયાણાના પંચકૂલામાં પણ વરસાદ થયો છે. ચંદીગઢ સહિત હરિયાણાના અનેક સ્ખળો પર છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થયો હતો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube