Heavy Rains: ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાથી 24 કલાકમાં 56 લોકોના મોત થયા. તો યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ છે. ઉત્તર દિલ્લીની એક કોલોનીમાં વરસાદ વિના પૂર આવી ગયું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે દેશના કયા રાજ્યમાં કેવી છે સ્થિતિ?. જોઈશું આ રિપોર્ટમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ? 10 જગ્યાઓ માટે 10 હજાર ઉમટ્યા, અફરા તફરીનો માહોલ


ઉત્તર પ્રદેશમાં ઉપરવાસમાં ભારે વરસાદથી અહીંયા નદીઓએ તોફાની રૂપ ધારણ કર્યુ છે. જેના કારણે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. જેણે તે વિસ્તારના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. બિહારમાં વીજળી પડવાથી 21 અને ઝારખંડમાં 3 લોકોના મોત થયા છે. IMD એ ગુરુવારે બિહારમાં ભારે વરસાદ અને વીજળી મામલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓ વહેતી થઇ છે. ગોપાલગંજ, પશ્ચિમ ચંપારણ સહિત અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે.


ચિંતાના વાદળો! વરસાદની સિસ્ટમ લો પડતા ગુજરાતમાં અનુમાન મુજબ વરસાદ નહીં વરસે!


ઉત્તરાખંડના શારદા ડેમ આખો નવા પાણીથી ભરાઈ ગયો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ડરામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિવિધ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે શારદા અને દેવહા નદી તોફાની બની છે. ગોરખપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદથી અહીંયા પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે.


શું મોરબીના મચ્છુ નદીના કાંઠે ફરી આવી શકે છે મોટી હોનારત? જાણો શું છે કારણ અને વિવાદ


ઉપરવાસમાં થયેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખી છે જેના કારણે રાજ્યના 12 જિલ્લાના લગભગ 800 જેટલાં ગામડાઓમાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યારે આ પૂરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવાઈ સર્વેક્ષણ કર્યુ. પાણીએ કેવો કહેર મચાવ્યો છે તે હેલિકોપ્ટરથી સ્પષ્ટ જોઈ શકાય છે.


ગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશે


નોંધનીય છે કે, હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ગોવામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, બંગાળ, ઓડિશા અને કર્ણાટકમાં યલો એલર્ટ છે.