નવી દિલ્હીઃ IMD Railfall Alert: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન દેશના કેટલાક વિસ્તારમાં મૂશળધાર વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદ પડવાની આશંકા છે. તો આગામી બે દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડશે. જ્યારે 17-18 જુલાઈએ પૂર્વી રાજસ્થાનમાં વરસાદી માહોલ રહેશે. કોંકણ અને ગોવા તથા મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં 18થી 20 જુલાઈ દરમિયાન અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ 19-20 જુલાઈએ અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાચલ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ
આગામી પાંચ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશમાં વ્યાપક વરસાદની સાથે-સાથે અલગ-અલગ સ્થાનો પર પૂરની આશંકા છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં આગામી ચાર દિવસ દરમિયાન અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમી રાજસ્થાનમાં 18-19 જુલાઈએ વરસાદ પડશે. જ્યારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ વરસાદની સંભાવના છે. 


આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ તથા આગામી બે દિવસ દરમિયાન હરિયાણા-ચંદીગઢમાં આ પ્રકારના હવામાનની સ્થિતિ બની રહેવાની શક્યતા છે. પૂર્વોત્તરમાં પણ અલગ-અલગ સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અરૂણાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. 


આ પણ વાંચોઃ અત્યાર સુધીની સૌથી ઘાતકમાં ઘાતક આગાહી, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મેઘતાંડવની આગાહી


અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા
અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 17 જુલાઈએ આ પ્રકારનું હવામાન જોવા મળશે. આ સિવાય આગામી 24 કલાકમાં ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 11-12 જિલ્લામાં યેલો એલર્ટ જારી કર્યું છે. 


કર્ણાટક અને તેલંગણા
20 જુલાઈએ સમુદ્રી કર્ણાટકમાં હળવો તથા છુટોછવાયો વરસાદ પડી શકે છે. 17થી 20 જુલાઈ દરમિયાન તેલંગણામાં, જ્યારે 18થી 20 જુલાઈ દરમિયાન આંધ્ર તથા કેરલના સમુદ્રી વિસ્તારમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ઘણા વિસ્તારમાં મધ્ય પૂરના ખતરાની ભવિષ્યવાણી કરી છે. જે વિસ્તારમાં મૂશળધાર વરસાદ બાદ પૂરની આશંકા છે તેમાં હિમાચલ પ્રદેશનો ચંબા જિલ્લો, જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં કઠુઆ જિલ્લો, ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશના ભાગ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube