નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં સોમવારે સાંજે ભારે ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ ખાબક્યો હતો જેથી તાપમાનમાં ઘટાડો થયો છે અને હવામાન સોહામણું થઇ ગયું છે. દિલ્હીમાં સોમવારે અધિકત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. ભેજનું તાપમાન 77 અને 49 વચ્ચે રહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'અધિકત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે જ્યારે ન્યૂતમ તાપમાન 29.9 ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઉપર હતું. 

9 દિવસથી ગુફામાં ફસાયેલા છે 12 ફૂટબોલ ખેલાડી, બચાવવા માટે સેના કરશે આ કામ 


દિલ્હી એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં વરસાદના લીધે દિલ્હી આવી રહેલા ઓછામાં ઓછા 24 વિમાનોનો માર્ગ બદલવો પડ્યો. રાત્રે 8.45 અને 9.45 વાગ્યા દરમિયાન મોટાભાગના માર્ગ બદલવા પડ્યા. તેમાં ઘણી ખાનગી એરલાઇનના વિમાનો ઉપરાંત એર ઇન્ડીયના પાંચ વિમાનોનો સમાવેશ થાય છે. 


જોકે, સોમવારે દિવસ દરમિયાન ભારે ગરમી અને ઉકળાટ રહ્યો. રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે મંગળવારે સવારે આકાશમાં આંશિક રીતે વાદળ છવાયેલા રહેવાની સાથે સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યકત કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે 'મંગળવારે દિલ્હીનું અધિકત્તમ અને ન્યૂનતમ તાપમાન ક્રમશ : 38 અને 30 સેલ્સિયસની આસપાસ રહેવાની આશા છે. 


(ઇનપુટ ભાષા)