નવી દિલ્હી : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર અને જમ્મુ કાશ્મીર સહીત 13 રાજ્યોમાં મુશળધાર વરસાદના વાતાવરણ વિભાગ દ્વારા ઇશ્યુ કરવમાં આવેલી ચેતવણીને ધ્યાને રાખીને નેશનલ ડિઝાસ્ટર રેસક્યુ ફોર્સ (NDRF)ની 89 ટીમોને હાઇ એલર્ટ પર મુકી છે. એનડીઆરએફની તરફથી શનિવારે જણાવવામાં આવ્યું કે આ રાજ્યોમાં વરસાદ દરમિયાન કોઇ પણ પરિસ્થિતીને પહોંચી વળવા સક્ષમ અને ખાસ પ્રશિક્ષણ પ્રાપ્ત રાહત અને બચાવ કર્મચારીઓની આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં સૌથી વધારે અસમમાં 12 ટીમો બિહારમાં સાત, ગુજરાત, જમ્મુ કાશ્મીર અને ઉતરાખંડમાં ચાર - ચાર તથા અરૂણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 3-3 ટીમો મોકલવામાં આવી છે. દિલ્હી અને પંજાબમાં બે બે અને ઉત્તરપ્રદેશ હિમાચલ, સિક્કિમ અને ત્રિપુરામાં 1-1 ટીમ મોકલવામાં આવી છે. એનડીઆરએફની આ ટીમોમાં અસમ સહિત અન્ય રાજ્યોમાં પુરની આશંકા વાળા વિસ્તારમાંથી અત્યાર સુધી 13,550 લોકોને સુરક્ષીત સ્થળો પર મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ આ વિસ્તારમાં સ્થાનિક તંત્ર સાથે મળીને શાળા તથા અન્ય સ્થળો પર પુરી પરિસ્થિતીને પહોંચી વળવા માટે નાગરિકોમાં જાગૃતતા લાવવા માટેનું અભિયાન ચલાવાઇ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે શનિવારે 9 જુલાઇ સુધીમાં કોંકણ અને ગોમાં કેટલાક સ્થળો પર મુશળધાર વરસાદ થવાની ચેતવણી પણ ઇશ્યું કરી છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મરાઠવાડા, તેલંગાણા, કર્ણાટકનાં કિનારાનાં પ્રદેશોનાં અંદરનાં વિસ્તારો અને પુર્વોત્તરનાં તમામ રાજ્યોમાં વરસાદની ચેતવણી ઇશ્યું કરી છે. હવામાન વિભાગે તમિલનાડુ, રાયલસીમા, આંધ્રના કિનારાના પ્રદેશો, તેલંગાણા અને કર્ણાટકમાં કેટલાક સ્થળો પર તોફાન અને તોફાની પવનો સાથે આજ બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.