Cyber Fraud News: ફોનમાંથી કપાયા 1100 રૂપિયા તો કસ્ટમર કેરમાં કર્યો કોલ, ઠગે ઉપાડી લીધા સાડા સાત લાખ
Cyber Fraud News: છત્તીસગઢની રાજધાની રાયપુરના ધારસિનવા પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.
રાયપુર: Cyber Fraud News: છત્તીસગઢની રાજધાની રાયપુરના ધરસીંવા પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ઠગએ શારદા એનર્જી કંપનીમાં ફિટરના ખાતામાંથી 7 લાખ 52 હજાર 665 રૂપિયા ઉપાડી લીધા.
પીડિતા શારદા એનર્જી કંપનીમાં કરે છે ફિટરનું કામ
બેમેતરા જિલ્લાના બેરલા નિવાસી પ્રવીણ કુમાર વર્માએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પ્રવીણ અનુસાર તેમણે કસ્ટમર કેરમાં ફોન કરીને જણાવ્યું કે તેના ખાતામાંથી 1124 રૂપિયા કપાયા છે. કસ્ટમર કેર વાળાએ કહ્યું કે ઉચ્ચ અધિકારી સાથે વાત કરવી પડશે. થોડા સમય બાદ બીજા નંબરમાંથી ફોન આવ્યો, જેણે ફોન-પે એપ ઓપન કરવાનું કહ્યું.
ત્યાર બાદ એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરવાનું કહ્યું. એ દરમિયાન પ્રવીણના મોબાઈલ પર એક OTP આવ્યો, જેને ફોન કરનાર શખ્સ સાથે શેર કર્યો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે થોડા સમયમાં રકમ પરત મળી જશે. ત્યાર બાદ પ્રવીણ કુમાર ઓફિસે જતા રહ્યા.
આ પણ વાંચોઃ વોશિંગ મશિનમાં પડ્યું બાળક, 15 મિનિટ સુધી પાણીમાં રહ્યું; ડૉક્ટરે કહ્યું- આ ચમત્કાર
8 ફેબ્રુઆરીના રોજ જ્યારે તેઓ ATMમાં બેલેન્સ ચેક કરવા માટે ગયા તો પીનકોડ ખોટો જણાયો. જ્યારે બેંક જઈને તપાસ કરી તો ખાતામાંથી 7 લાખ 52 હજાર 665 રૂપિયા કપાયા હતા, માત્ર 63 રૂપિયા બચ્યા હતા. તેમના ખાતામાંથી પહેલાં 4 લાખ 70 હજાર રૂપિયા અને બાદમાં FDના એક-એક લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube