નવી દિલ્હી : ગૃહમંત્રી રાજનાથ સિંહે સીમા સુરક્ષા દળ (બીએસએફ)ને પાકિસ્તાની સેનાની વિરુદ્ધ દરેક પ્રકારની કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ નજીક આંતરરાષ્ટ્રીય સીમા પર બીએસએફનાં એક જવાનનું ગળુ કાપીને હત્યા કરી દીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું કે, સીમા પર સંરક્ષણ કરી રહેલા દળોનાં ટોપનાં અધિકારીઓને આ સંદેશ આપવામાં આવ્યો છે. આ ઘટના અંગે ગૃહમંત્રાલયનાં એક અધિકારીએ કહ્યું કે, ગૃહમંત્રાલયે બીએસએફનાં ટોપનાં અધિકારીઓને જણાવ્યું કે,મંગળવારની ઘટનામાં રહેલા પાકિસ્તાની સૈનિકોની વિરુદ્ધ દરેક શક્ય અને કડક કાર્યવાહી કરવામાં આવે. 

બીએસએફ જવાનનું ગળુ કાપવામાં આવ્યું હતું અને તેના શરીર પર ગોળીનાં ઘણા નિશાન મળી આવ્યા હતા. ગુમ સૈનિકોની જમ્મુ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોએ હત્યા કરી દીધી હતી. આ આંતરરાષ્ટ્રીય સીમા પર ભારતીય સેનાની વિરુદ્ધ આ પ્રકારનું પહેલુ ધૃણાસ્પદ કૃત્ય છે. 

એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, બીએસએફ જવાનાં શબને ક્ષત વિક્ષત કરીને બદલો લેવા માટે પાકિસ્તાની રેન્જર્સની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, 192 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પર 740 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા પર તમામ વિસ્તારમાં હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે. 

ભારત બીએસએફ જવાનની હત્યાનો મુદ્દો ઉગ્ર રીતે ઉપાડશે.
ભારતે આંરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની સૈનિકો દ્વારા કરાયેલી જવાનની નૃશંસ હત્યાનાં ધૃણાસ્પદ કિસ્સાને કાયરતા અને ક્રૂરતાભર્યું પગલું ગણાવ્યું છે. તે આ મુદ્દાને પાકિસ્તાન સમક્ષ અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર યોગ્ય રીતે ઉઠાવશે.