રાજસ્થાનઃ કોંગ્રેસના 15 ધારાસભ્યો સંપર્કમાં, ભાજપના નેતા જ્ઞાનદેવ આહુજાનો દાવો
જયપુરઃ શનિવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધી દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રત્યે નારાજગી વ્યક્ત કરવાના અને તેમને મુલાકાતનો સમય ન આપવાના સમાચારો વચ્ચે હવે રાજસ્થાન કોંગ્રેસમાં ખળભળાટ મચ્યાના સમાચાર આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા જ્ઞાનદેવ આહુજાએ જણાવ્યું કે, કોંગ્રેસના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને સમર્થન આપનારા બસપાના ધારાસભ્યો પણ કોંગ્રેસથી પરેશાન છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસનું તેના દ્વારા શાસિત રાજ્યોમાં પણ અત્યંત ખરાબ પ્રદર્શન રહ્યું છે. રાજસ્થાનની 25માંથી એક પણ સીટ કોંગ્રેસ જીતી શકી નથી, મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 28માંથી માત્ર 1 જ સીટ જીતી છે અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસ 11માંથી માત્ર 3 સીટ જ જીતી શકી છે. રાહુલ ગાંધી આ રાજ્યોના નેતાઓ પ્રત્યે એ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી કે, તેમણે પુત્ર પ્રેમમાં રાજ્યની અન્ય બેઠકો પર ધ્યાન આપ્યું જ નહીં. રાહુલની ઈચ્છા હતી કે આ નેતાઓ પ્રચારમાં મોટી ભૂમિકા ભજવે.
રાહુલ રાજીનામા પર અડગ, પાર્ટીના નેતાઓને કહ્યું "એક મહિનામાં મારો વિકલ્પ શોધી લો"
આ દરમિયાન હવે રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્યોમાં પણ અંદરથી અવાજ ઉઠવા લાગ્યો છે. આ ધારાસભ્યો નામ નહીં જણાવાની શરતે કહી રહ્યા છે કે, રાજસ્થાનમાં પાર્ટીના કારમા પરાજય અંગે જવાબદારી નક્કી થવી જોઈએ અને તેના પર કાર્યવાહી પણ કરવી જોઈએ.
જોકે, હવે ભાજપે દાવો કર્યો છે કે, તેના 25 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. ત્યારે એ જોવાનું રહે છે કે, રાજસ્થાન રાજ્ય સરકારની સત્તા પણ કોંગ્રેસના હાથમાંથી જતી રહે છે કે પછી જાળવી રાખે છે?
જૂઓ LIVE TV...