Rajasthan: બાડમેર-જોધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 12 લોકો જીવતા ભૂંજાયા
રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર પચપદરા પોલીસ મથક હદના ભાંડિયાવાસ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો.
બાડમેર: રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર પચપદરા પોલીસ મથક હદના ભાંડિયાવાસ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એક પ્રાઈવેટ બસની ટેન્કર ટ્રેલર સાથે અથડામણ થઈ. કહેવાય છે કે અકસ્માતમાં બસમાં સવાર 12 લોકો જીવતા ભૂંજાઈ ગયા.
અકસ્માત બાદ બાડમેર-જોધપુર હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો. એવું કહેવાય છે કે ટેન્કર સાથે ટક્કર થયા બાદ બસમાં આગ લાગી ગઈ. બસમાં અકસ્માત સમયે 25 લોકો સવાર હતા. પ્રશાસન 10 લોકોને બહાર કાઢવામાં સફળ રહ્યું. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
રોંગ સાઈડથી આવી રહી હતી ટેન્કર
બસમાં સવાર એક મુસાફરના જણાવ્યાં મુજબ બસ 9.55 વાગે બાલોતરાથી રવાના થઈ હતી. આ દરમિાયન સામેથી રોંગ સાઈડમાં આવી રહેલી ટેન્કરે બસને ટક્કર મારી દીધી. ત્યારબાદ બસમાં અચાનક આગ લાગી. આગ એટલી ભયંકર હતી કે ગણતરીની મિનિટોમાં તો બસ બળીને ખાખ થઈ ગઈ. જો કે 10 લોકોને સુરક્ષિત કાઢવા સફળતા મળી.
ઘટનાની જાણકારી મળતા પોલીસ અને પ્રશાસન સાથે પચપદરા વિધાયક મદન પ્રજાપત પ્રભારી મંત્રી સુખરામ વિશ્નોઈ અને અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અકસ્માતમાં જે લોકોના મોત થયા છે તેમના મૃતદેહોને પણ બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube