રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: આ 5 હાઇપ્રોફાઈલ સીટ પર રહેશે સૌની નજર
રાજસ્થાનનાં સૌથી યુવા અને સૌથી અમીર MLA કામિની જિંદલનો શ્રીગંગાનગર સીટ પર આ વખતે ભાજપ સાથે ખરાખરીનો ખેલ જામ્યો છે
અમદાવાદ : રાજસ્થાન વિધાનસબા ચૂંટણી (Rajasthan assembly election result 2018)નાં પરિણામ ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યા છે. અનેક સ્થળો પર મતગણતરી પણ ચાલુ થઇ ચુકી છે. થોડા જ સમયમાં ચિત્રણ સ્પષ્ટ થઇ જશે. ભાજપ - કોંગ્રેસ સહિત અન્ય અનેક દળ અને નેતા પણ પોત પોતાની જીતની આશા લગાવીને બેઠા છે.
ભાજપ કોંગ્રેસ સહિત અન્ય દળો અને નેતા પણ પોત પોતાની જીતની આશા લગાવીને બેઠા છે. ઘણા લાંબા સમયથી મુદ્દતનાં આધાર પર તો ક્યાંય નીતિગત આધારે ચૂંટણી પરિણામોની ગણત્રી થઇ રહી છે. ચૂંટણી પરિણામોની ગરમી વચ્ચે રાજસ્થાનની 5 વિધાનસભા સીટો એવી છે જેનાં પર તમામ લોકોની નજર છે.
ઝાલરપાટન : રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટન વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે અટલ બિહારીવાજપેયી સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને તેમની વિરુદ્ધ ઉમેદવાર બનાવ્યા છે. બાડમેર શિવ ક્ષેત્રનાં ધારાસભ્ય માનવેન્દ્રએ સપ્ટેમ્બર ભારતીય જનતા પાર્ટી છોડી હતી. 17 ઓક્ટોબરે માનવેન્દ્રએ ભાજપને મોટો ઝટકો આપતા કોંગ્રેસ સાથે જોડાયા હતા. ગત્ત ચૂંટણીમાં વસુંધરા રાજેએ કોંગ્રેસનાં મીનાક્ષી ચંદ્રાવતને 50 હજારથી વધારે મતથી હરાવ્યા હતા. વસુંધરા 1,14,384 તો મિનાક્ષી ચંદ્રાવત 53,488 મત મળ્યા હતા.
ટોંક : રાજસ્થાનની ટોંક વિધાનસભા સીટ પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટ મેદાનમાં છે. મુસ્લિમ બહુમતીવાળી આ સીટ પર 2013ની વિધાનસભા સીટ પર ભાજપનાં ઉમેદવારે જીત પ્રાપ્ત કરી હતી. અનેક પ્રયાસો છતા પણ કોંગ્રેસ અહીં ત્રીજા નંબર પર રહી હતી. હુકુમના એક્કો રમતા આ ચૂંટણીમાં ભાજપે પાયલોટની વિરુદ્ધ ટોંક વિધાનસભા સીટ પર પોતાના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર યુનુસ ખાનને મેદાનમાંઉતાર્યા છે. પાર્ટીએ અગાઉ પણ અહીંથી હાલનાં ધારાસભ્ય અજિત સિંહ મેહતાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. જો કે કોંગ્રેસે જ્યારે મુસ્લિમ બહુમતીવાળા ટોંકમાંથી પાયલોટને ઉતારવાની જાહેરાત કરી હતી તો ભાજપે પોતાનો ઉમેદવાર બદલીને યૂનુસ ખાનને ઉતારી દીધા.
બાડમેર : ભાજપ સાંસદ કર્નલ સોનારામ ચૌધરી બાડમેર વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. કર્નલ સોનારામ ચૌધરીની ગણત્રી મારવાડનાં કદ્દાવર જાટ નેતાઓમાં થાય છે. જાટ બહુમતીની સીટથી ચૌધરી ઉતારીને ભાજપે ઘણી મોટી રમત રમી છે. સોનારામ 2008માં બાડમેરની બાયતુ વિધાનસભા સીટથી કોંગ્રેસની ટીકિટ પર ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા. ચૌધરી 2014ની લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જસવંત સિંહને હરાવીને લોકસભા પહોંચ્યા હતા.
ઉદયપુર : તળાવોની નગરી ઉદયપુરમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની દિગ્ગજ મહિલા નેતા ગિરિજા વ્યાસ અને વસુંધરા રાજે સરકારમાં ગૃહમંત્રી ગુલાબચંદ કટાયિરા વચ્ચે ટક્કર છે. ગુલાબચંદ કટારિયા ઉદયપુર શહેર ધારાસભ્ય અને રાજ્યનાં ગૃહમંત્રી છે. તેમની ગણત્રી વસુંધરા સરકારનાં મહત્વનાં ચહેરાઓ પૈકી થાય છે.
શ્રીગંગાનગર : શ્રીગંગાનગર વિધાનસભા સીટ અનેક કારણોથી ચર્ચામાં છે. સૌથી ખાસ કારણ છે કે કામિની જિંદલ. રાજસ્થાનની સૌથી યુવા ધારાસભ્ય હોવાનો રેકોર્ડ કામિનીના નામ પર છે. સાથે જ તે વિધાનસભામાં સ્થાન મેળવનારી સૌથી અમીર ઉમેદવાર પણ છે. જિંદલ નેશનલ યૂનિયનિસ્ટ જમીનદાર પાર્ટીના અધ્યક્ષ બીડી અગ્રવાલનુ પુત્રી છે. ગત્ત વિધાનસભા ચૂંટણીમાં આ પાર્ટીની ટીકિટ પરથી જ જીતી હતી. આ વખતે કામિનીની સુધી ટક્કર ભાજપ સાથે હોવાનું મનાઇ રહ્યું છે. આ સીટને જીતવા માટે બંન્ને તરફથી તમામ પ્રયાસો થઇ રહ્યા છે.