જયપુર : પાંચ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીનાં વલણ આવવાનું ચાલુ થઇ ચુક્યું છે. કોને જીત મળશે અને કોને હાર તેનો આજે નિર્ણય થવાનો છે. જનતા લગભગ પરિવર્તન ઇચ્થતી હોય તેવુ લાગી શકે છે. તેનો નિર્ણય મતની ગણત્રી સાથે થઇ જશે. રાજસ્થાનમાં ફરીથી કમળ ખીલવવા માટે મુખ્યમંત્રી વસુંધરા રાજે ભગવાન પાસે જીતના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા છે. મતગણત્રી ચાલુ થઇ તે અગાઉ રાજેએ મંગળવારે સવારે ત્રિપુર સુંદર મંદિરએ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મતગણત્રી પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા બાંસવાડા ખાતે ત્રિપુર સુંદરી મંદિર પહોંચ્યા. તેમણે અહીં મંગળવારે સવારે મંદિરે પહોંચીને માંની આરાધના કરી હતી. આ ચૂંટણી પરિણામના દિવસે વસુંધરા રાજે રાજસ્તાનના બાંસવાડામાં આવેલ ત્રિપુર સુંદરી મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. જયપુરથી 560 કિલોમીટર દુર આ મંદિર ખુબ જ મહાત્મય છે. ત્રિપુર સુંદરી દેવીને એશ્વર્ય અને રાજયોગની દેવી કહેવામાં આવે છે. 


રાજસ્થાનના મુખ્યમંત્રી રાજેને માં ત્રિપુર સુંદરીની અસીમ શ્રદ્ધા છે. તેઓ અનેક વખત માંના આશિર્વાદ લઇ ચુક્યા છે. ત્રણ તહેવારોની સાથે સાથે ચૂંટણીના મહાપર્વ પર પણ અનેક વખત ત્રિપુર સંદરી દેવીનો આશીર્વાદ લીધો છે. 


મંગળવારે મતની ગણત્રી પહેલાથી મંદિર જતા સમયે વસુંધરા ખુબ જ ગંભીર દેખાઇ રહ્યા હતા. તેમણે પત્રકારો સાથે વાતચીત કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. આમ દેવીમાંની પીઠનું અસસ્તિત્વ અહીં ત્રીજી સદીમાં પૂર્વનું માનવામાં આવે છે. ત્રિપુર સુંદરી મંદિર બાંસવાડા શહેરથી 20 કિલોમીટર દુર તલવાડાની ઉમરાઇ ગ્રામ પંચાયતમાં છે. 


વસુંધરા રાજે બે વખત પ્રદેશના મુખ્યમંત્રી પદની કમાન સંભાળી ચુક્યા છે. 2003થી 2013 અને 2013થી 2018 સુધી રાજે સત્તા પર હતા. હવે ત્રીજીવાર જનાત તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ છે કે નહી તેનો ખુલાસો તો મતગણત્રી બાદ જ સ્પષ્ટ થશે. 
ગુજરાત, માળવા અને મારવાડનાં શાસક ત્રિપુર સુંદરનાં ઉપાસક હતા. ગુજરાતનાં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનાં ઇષ્ટ દેવી રહ્યા છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ મંદિરના સંરક્ષણ માટે બજેટ ફાળવણી કરી હતી. કહેવાય છે કે માળવા નરેશ જગદેશ પરમારને માં પોતાનું શીશ કાપીને અર્પિત કર્યું હતું. તે સમયે રાજા સિદ્ધરાજની પ્રાર્થના બાદ માંએ પુત્રવત્ત જગદેવને પુનર્જીવિત કરી દીધા હતા.