રાજસ્થાન: બાડમેરમાં રામકથા દરમિયાન તોફાનથી ટેંટ પડતા 14 લોકોનાં મોત, અનેક ઘાયલ !
રાજસ્થાનનાં બાડમેરમાં રામકથા ચાલી રહી હતી, જો કે અચાનક થયેલા વરસાદ અને તોફાની પવનનાં કારણે ટેંટ તુટી પડ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ દુર્ગઠના થઇ તે સમયે સ્થાનિક લોકો ઘણા મોટા પ્રમાણમાં ટેંટમાં બેઠેલા હતા.
જયપુર : રાજસ્થાનનાં બાડમેરમાં રામકથા ચાલી રહી હતી, જો કે અચાનક થયેલા વરસાદ અને તોફાની પવનનાં કારણે ટેંટ તુટી પડ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ દુર્ગઠના થઇ તે સમયે સ્થાનિક લોકો ઘણા મોટા પ્રમાણમાં ટેંટમાં બેઠેલા હતા. ઼
બાડમેર : રાજસ્થાનનાં બાડમેરનાં બાલોતરા ખાતે જસોલ વિસ્તારમાં હવાઇ તોફાનનાં કારણે એક મંડત પડ્યો હતો. જેમાં 14 લોકોનાં મોતનાં સમાચાર આવી રહ્યા છે. એએનઆઇનાં અનુસાર દુર્ઘટના દરમિયાન 24 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં 11 પુરૂષ, 2 મહિલા અને 1 બાળકીનો સમાવેશ થાય છે. અધિકારીક સુત્રો અનુસાર 14 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં 12ની ઓળખ થઇ ચુકી છે. મળતી માહિતી અનુસાર જાસોલ ગામમાં રામકથાના કાર્યક્રમ માટે એક મોટો મંડપ લગાવવામાં આવ્યો હતો. રવિવારે બપોરે આવેલા વરસાદી તોફાનને કારણે મંડપનો કેટલોક હિસ્સો તુટી પડ્યો હતો.
વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, બાડમેરની ઘટના દુર્ભાગ્યુર્ણ છે. મારી પ્રાર્થના છે કે ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય. ઘટના અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે ટેંટ તુટી પડવાનાં કારણે થયેલી ભાગદોડમાં લોકોનાં મોત અને તેના કારણે પેદા થયેલી સ્થિતી અંગે અધિકારીઓને નજર રાખવા માટે જણાવ્યું છે. શાહે ગૃહમંત્રાલયની તરફથી મદદ કરવા માટેની વાત કરી છે.
ઘટના બાદ તંત્ર એલર્ટ પર છે, તમામ ડોક્ટર્સની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અમારા પત્રકારો અનુસાર રામકથા, કાર્યક્રમ માટે કોઇ જ પરવાનગી લેવામાં આવી નહોતી. આ ઉપરાંત એસડીએઆરએફની ટીમ જોધપુરથી રવાના થઇ ચુકી છે. સ્થાનિક લોકોની મદદથી તત્કાલ રાહત અને બચાવ અભિયાન ચાલુ કરવામાં આવ્યું. ચિકિત્સા મંત્રી રઘુ શર્માએ આસપાસનાં ડોક્ટરને પણ ત્યાં પહોંચવા માટેનો નિર્દેશ આપ્યો છે.
જો આ ઉપાય કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગ પણ ભારત માટે સાબિત થશે વરદાન
આ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયા હોવા ઉપરાંત મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી તંત્ર દ્વારા કોઇ વ્યક્તિનાં મોત કે ઘાયલ થયા હોવાનાં સમાચારની પૃષ્ટી થઇ શકી નથી. બીજી તરફ મોટા પ્રમાણમાં સ્થાનિકો દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. સાથે સાથે તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે.