Rajasthan: ભીલવાડામાં બાળકી સાથ રેપની ઘટના, હેવાનિયત આચરીને માસૂમના મૃતદેહને ભઠ્ઠીમાં બાળી મૂક્યો
Bhilwara: રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં કોટડી પોલીસ મથક હદમાં બુધવારે એક ગૂમ થયેલી સગીર બાળકી સાથે રેપ અને પછી ભઠ્ઠીમાં બાળી મૂકવાની સૂચના મળતા હડકંપ મચી ગયો. બાળકીના કડા અને ચપ્પલ પાસેના જંગલમાં એક કોલસાની ભઠ્ઠીની બહાર મળી આવ્યા
રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં કોટડી પોલીસ મથક હદમાં બુધવારે એક ગૂમ થયેલી સગીર બાળકી સાથે રેપ અને પછી ભઠ્ઠીમાં બાળી મૂકવાની સૂચના મળતા હડકંપ મચી ગયો. બાળકીના કડા અને ચપ્પલ પાસેના જંગલમાં એક કોલસાની ભઠ્ઠીની બહાર મળી આવ્યા. સગીર બાળકી ગૂમ થવા અને તેની હત્યાની આશંકાની સૂચના સ્થાનિકોએ કોટડી પોલીસ મથકમાં આપી તો પોલીસ તપાસ કરી. પ્રાથમિક તપાસમાં બાળકી સાથે ગેંગ રેપની આશંકા વ્યક્ત કરાઈ છે. રેપ બાદ જ તેને ભઠ્ઠીમાં બાળવાની વાત કહેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ મામલે 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
ભીલવાડામાં આ આઘાતજનક વારદાત બાદ કોટલી પોલીસ મથક પ્રભારી એડિશનલ એસપી ઘટનાસ્થળે પહોંચ્યા. એફએસએલની ટીમ અને ડોગ સ્ક્વોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ સ્ટેશન ઈનચાર્જ ખીંવરાજ ગુર્જરે કહ્યું કે નરસિંહપુરા ગામની એક સગીર બાળકી બુધવારે સવારે તેની માતા સાથે ખેતરમાં બકરીઓ ચરાવવા ગઈ હતી. બપોરે તેની માતા તો પાછી ફરી પરંતુ બાળકી ગૂમ થઈ ગઈ.
કોલસાની ભઠ્ઠી બહાર મળ્યા ચપ્પલ અને કડા
પોલીસના જણાવ્યાં મુજબ નરસિંહપુરા ગામના આ મામલે બાળકીની શોધ કરાઈ. ગામમાં બાળકી ન મળી તો જંગલમાં શોધ શરૂ કરાઈ. ત્યાં કાલબેલિયા સમાજની બનાવવામાં આવેલી કોલસા ભઠ્ઠીથી ધૂમાડો નીકળતા જોયો તો શક ગયો. પરિજનોએ ત્યાં શોધ કરી. ભઠ્ઠી બહાર બાળકીના હાથમાં પહેરેલા કડા અને ચપ્પલ મળ્યા. ત્યારબાદ પોલીસને સૂચના આપવામાં આવી.
પોલીસના જણાવ્યાં મુજબ કાલબેલિયા સમાજ તરફથી જંગલમાં લાકડા કાપીને કોલસા બનાવવા માટે ચાર પાંચ ભઠ્ઠી બનાવવામાં આવી છે. તેમાંથી એક ભઠ્ઠી ખુલેલી મળી આવી. તેમાંથી આગ નીકળી રહી હતી. શંકા ગઈ તો પરિજનોએ શોધ કરી. ભઠ્ઠી બહારથી બાળકીના હાથના કડા અને ચપ્પલ મળ્યા. આશંકા વ્યક્ત કરાઈ છે કે બાળકી સાથે હેવાનિયત આચરવામાં આવી અને પછી ભઠ્ઠીમાં ફેંકી દેવાઈ.
4 આરોપીઓમાંથી 3ની અટકાયત
ભીલવાડાના એસપી આદર્શ સિદ્ધુએ જણાવ્યું કે બાળકીની હત્યા અને બાળવાની સૂચના મળી છે. કેટલાક ક્લુ મળ્યા છે. બાળકી સાથે ગેંગરેપની આશંકાની ના પાડી શકાય નહીં. ચારમાંથી 3 આરોપીઓની અટકાયત થઈ છે. તેમની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં ઘટનાનો ખુલાસો થઈ જવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube