આઘાતજનક! આ તે કેવો ભાઈ? દુષ્કર્મ ન કરી શક્યો તો બહેનને મોતને ઘાટ ઉતારી દીધી
Crime News: કળિયુગમાં ભાઈ-બહેનના સંબંધનું ગળું ઘોંટી નાખવામાં આવ્યું. સગીરા બે હાથ જોડીને કરગરતી રહી, પોતાની લાજ અને જીવ બચાવવા માટે ચીસો પાડતી રહી...તું મારો ભાઈ છે...કહેતી રહી પરંતુ ભાઈ પર તો જાણે હેવાનિયત સવાર હતી, તેને બહેનના આંસુ કે બૂમો ન સંભળાઈ અને જે બહેન તેને બાળપણથી ભાઈ કહેતી રહી, હાથ પર રાખડી બાંધતી રહી તેને જ આ પિતરાઈ ભાઈએ મોતને ઘાટ ઉતારી દીધી.
Crime News: રાજસ્થાનના બાંસવાડાથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. કળિયુગમાં ભાઈ-બહેનના સંબંધનું ગળું ઘોંટી નાખવામાં આવ્યું. સગીરા બે હાથ જોડીને કરગરતી રહી, પોતાની લાજ અને જીવ બચાવવા માટે ચીસો પાડતી રહી...તું મારો ભાઈ છે...કહેતી રહી પરંતુ ભાઈ પર તો જાણે હેવાનિયત સવાર હતી, તેને બહેનના આંસુ કે બૂમો ન સંભળાઈ અને જે બહેન તેને બાળપણથી ભાઈ કહેતી રહી, હાથ પર રાખડી બાંધતી રહી તેને જ આ પિતરાઈ ભાઈએ મોતને ઘાટ ઉતારી દીધી. લાજ લૂંટવામાં નિષ્ફળ જતા સગીરાની હત્યા કરી નાખવામાં આવી. સગીરાની હત્યાનું ષડયંત્ર એવું રચ્યું કે પોલીસનું પણ માથું ભમી ગયું પરંતુ અંતમાં પોલીસ આ કોકડું ઉકેલવામાં સફળ રહી અને આરોપીને દબોચી લીધો.
આ દર્દનાક ઘટના રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ખોડન ગામની છે. અહીં રવિવારે 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની જંગલમાંથી નગ્ન અવસ્થામાં લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે મૃતક છોકરીના પિતરાઈ ભાઈની આ મામલે અટકાયત કરવામાં આવી છે. મૃતક છોકરીના પિતરાઈ ભાઈએ તેની જ બહેન પર દુષ્કર્મનો પ્રયત્ન કર્યો અને બહેને જ્યારે વિરોધ કર્યો તો તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને પછી અપહરણની ખોટી કહાની રચી નાખી.
પોલીસના જણાવ્યાં મુજબ સગીર પિતરાઈ ભાઈ જ બહેનનો હત્યારો નીકળ્યો. તે બહેનનો રેપ કરવા માંગતો હતો. બહેને જ્યારે વિરોધ કર્યો અને પરિવારમાં બધાને કહી દેવાની ધમકી આપી તો પોતાને બચાવવા માટે તેણે પિતરાઈ બહેનનું ગળું દબાવીને હત્યા કરી નાખી. એટલું જ નહીં પોલીસથી પોતાને બચાવવા માટે તેણે પોતાનો ફોન તોડીને પાણીમાં નાખી દીધો. તેનું શર્ટ પણ ફાડીને ઘટનાસ્થળે ફેંક્યું હતું. આરોપી સગીર છે, જે ઘટનાના પ્રત્યક્ષદર્શી તરીકે સતત પોલીસને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યો હતો. પોલીસની સામે તેણે અનેકવાર નિવેદનો બદલ્યા. આથી પોલીસને તેના પર શક ગયો હતો. કડકાઈથી પૂછપરછ કરતા તેણે બધુ કબુલી નાખ્યું. પોલીસે જણાવ્યું કે લોહારિયા પોલીસ મથકના ખોડન નાળા નજીકના જંગલમાંથી 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનો અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અગાઉ એક દિવસ પહેલા 3 નકાબપોશ યુવકો તરફથી વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેનો મોબાઈલ લૂટવાની ફરિયાદ પીડિતાના પિતા તરફથી કરાઈ હતી.
[[{"fid":"410564","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
મામલાની ગંભીરતા જોતા બાંસવાડા ડીએસપી સૂર્યવીર સિંહ રાઠોડ તથા ડીએસપી કૈલાશચંદ્ર સાથે લોહારિયા પોલીસમથક ઈન્ચાર્જ પૂરણમલ, ગઢી ઈ્ચાર્જ પૂનારામ ગુર્જર, મોટાગામ પોલીસ મથક ઈન્ચાર્જ રૂપલાલ મીણા, અરથૂના અધિકારી પ્રવીણસિંહ સિસોદિયા, ઘાટોલના કર્મવીર સિંહ સાથે 22 લોકોની પોલીસ ટીમે જંગલમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ આરોપીને પકડવા માટે એફએસએલ ટીમ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી.
આ રીતે ખુલ્યું રહસ્ય
ઘાટોલ બીએસપી કૈલાશચંદ્રએ જણાવ્યું કે લોહારિયા પોલીસ મથકના ખોડન ગામમાં 6 નવેમ્બરે 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની જાણકારી લીધી. આ હત્યાનો મામલો હતો. જેના પર એસપી રાજેશકુમાર મીણાએ એક વિશેષ ટીમ બનાવી. જેમાં એડિશનલ પોલીસ કમિશનર કાન સિંહ ભાટીના નિર્દેશનમાં મે પોતે ઘાટોલ ડીએસપી, બાંસવાડા ડીએસપી અને બંને સીઓ સર્કલના પોલીસ મથક અધિકારીઓની ટીમ બનાવી અને ઘટનાસ્થળે તપાસ શરૂ કરી.
તપાસ દરમિયાન મૃતક વિદ્યાર્થીનીના પિતરાઈ ભાઈ પર શક ગયો અને તેની મનોવૈજ્ઞાનિક રીતે પૂછપરછ કરી તો તેણે હત્યાનો ગુનો કબૂલ્યો. પૂછપરછમાં તેણે જણાવ્યું કે પિતરાઈ બહેન સાથે ખેતરમાં ગયો હતો. તેની સાથે દુષ્કર્મનો પ્રયત્નો કર્યો પરંતુ બહેને ના પાડી દીધી અને આ સમગ્ર ઘટના પરિજનોને જણાવશે એમ કહ્યું જેના પર આરોપી સગીર ભાઈએ આવેશમાં આવીને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી, અને સમગ્ર ઘટનાને અપહરણ તરીકે ખપાવીને પોતાનો મોબાઈલ ત્યાં ફેંકી દીધો અને કપડાં પણ ફાડી નાખ્યા.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube