Rajasthan Bus Accident: ચાલુ બસમાં વીજળીના કરંટથી મળ્યું દર્દનાક મોત, 6 સળગી મર્યાં
- બસના ડ્રાઈવર અને કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે બાકીના ચાર લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
- મુસાફરોથી ભરેલી બસ રસ્તો ભટકી ગઈ હતી અને એક ગામમાં પહોંચી હતી. રસ્તામાં વીજળીનો તાર ઝૂલતો જોઈને ડ્રાઈવરે બસ રોકી હતી
ઝી મીડિયા/બ્યૂરો :રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક દિલ ધડકાવી દે તેવી ઘટના (rajsthan bus accident) બની છે. ચાલુ બસમાં વીજળીનો કરંટ લાગવાથી 6 લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં છે. તેમજ 17 લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના જાલોર જિલ્લાના મહેશપુરમાં બની હતી. જ્યાં એક મુસાફર વીજળી (electric current) ના તારના સંપર્કમાં આવ્યો હતો અને જોતજોતામાં 6 મુસાફરોના મોત નિપજ્યા હતા.
જાલોરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ કલેક્ટર છગનલાલ ગોયલે જણાવ્યું કે, આ ઘટના શનિવારે રાત્રે સાડા 10 વાગ્યાની આસપાસ બની હતી. બસના ડ્રાઈવર અને કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે બાકીના ચાર લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ દુર્ઘટનામાં ઘાયલ 17 લોકોને જોધપુર હોસ્પિટલમાં રિફર કરવામા આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, બસ રસ્તો ભટકીને ગામની વચ્ચોવચ આવી ગઈ હતી. મહેશપુરના નિવાસી ઘનશ્યામસિંહે જણાવ્યું કે, મુસાફરોથી ભરેલી આ બસ માંડોલીથી બ્યોવર જવા નીકળી હતી. પંરતુ રાત્રે રસ્તો ભટકી ગઈ હતી. રસ્તો ભટકી જવાને કારણે બસ મહેશપુરા ગામ પાસે આવી પહોંચી હતી. ગામમાં 11 કેવીના વીજળીના તાર સાથે બસ ભટકાઈ જવાથી આખી બસમાં કરંટ લાગ્યો હતો અને જોતજાતમાં આગ ફાટી નીકળી હતી.
તો એમ પણ કહેવાય છે કે, મુસાફરોથી ભરેલી બસ રસ્તો ભટકી ગઈ હતી અને એક ગામમાં પહોંચી હતી. રસ્તામાં વીજળીનો તાર ઝૂલતો જોઈને ડ્રાઈવરે બસ રોકી હતી. બસના કંડક્ટરે બસની છત પર ચઢીને ડંડાની મદદથી વીજળીના તારને ઉપરથી ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બસને આગળ કાઢી શાકય. આ દરમિયાન બસ વીજળીના તારના ઝપેટમાં આવી ગઈ અને આ ઘટના બની હતી.
આ ઘટનામા અત્યાર સુધી 6 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી.
ઘટનામાં કોના કોના મોત
સોનલ અનિલ જૈન (ઉંમર 44 વર્ષ), શાહપુર, અજમેર
સુરભી અંકિત જૈન (ઉમર 25 વર્ષ), બ્યાવર, અજમેર
ચાંદદેવી ગજરાજ સિંહ (ઉંમર 65 વર્ષ) બ્યાવર
રાજેન્દ્ર જૈન (ઉંમર 58 વર્,), અજમેર