ભીલવાડ : માંડલગઢ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અહીં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર વિવેક ધાકડે ભાજપનાં ઉમેદવાર શક્તિસિંહને પરાજય આપ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર વિવેક ઘાકડે 12974 મતથી જીત પ્રાપ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મતગણતરી સમયે છેક સુધી ભાજપ આગળ ચાલી રહ્યું હતું. જો કે જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઇ તેમ તેમ ભાજપ ધીરે ધીરે નબળુ પડવા લાગ્યું હતું. જો કે પરિણામ કોંગ્રેસનાં પક્ષે આવ્યું. જીત બાદ કોંગ્રેસે ઉજવણી કરવાની શરૂ કરી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં વિવેક ધાકડ માટે પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ અધ્ક્ષ સચિન પાયલોટ, પુર્વ કેન્દ્રીય મંત્રી ડો. સી.પી જોશીએ પણ પ્રચાર કર્યો હતો. માંડલગઢનો ઇતિહાસ જોઇએ તો 15 ચૂંટણીમાં પાંચ વખત જીતનું અંતર ત્રણ હજારથી ઓછાનું રહ્યું છે. વર્ષ 2013માં થેલ વિધાનસભા ચૂંટણીમાં 82 ટકા મતદાન થયું હતું. ત્યારે અહીં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધી ટક્કર હતી.


જો કે અજમેર અને અલવર લોકસભા સીટ તથા માંડલગઢ વિધાનસભા સીટની પેટા ચૂંટણીની ગુરૂવારે સવારે આજ વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. ત્રણેય સીટ પર જીતનો દાવો કરનારી ભાજપનું પ્રાથમિક ટ્રેન્ડમાં જ સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે. ભાજપનાં જુથમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડનાં કારણે કોંગ્રેસમાં ફરી એકવાર નવો શક્તિ સંચાર થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઢોલ નગારા સાથે કોંગ્રેસ દ્વારા ઉજવણી ચાલુ કરી દેવામાં આવી છે. મત ગણતરી પૂર્ણ થતાં છેવટે અજમેર અને અલવર બેઠક પણ કોંગ્રેસે જીતી લીધી છે. આ સાથે રાજસ્થાનમાં પેટા ચૂંટણીમાં ત્રણેય બેઠક કોંગ્રેસે પોતાના પંજામાં કરી છે. 


બીજી તરફ કોંગ્રેસની મુખ્ય ઓફીસ પર પણ ઉજવણી ચાલુ થઇ ચુકી છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વલણ બાદ સરકાર અને ભાજપ પર મોટો હૂમલો કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપની ઉલ્ટી ગણત્રી ચાલુ થઇ ચુકી છે. જનતાએ સરકારને નકારી દીધી છે. રાજ્ય સરકાર કેટલી નિષ્ફળ રહી છે તે હવે આ પેટા ચૂંટણીથી સ્પષ્ટ થઇ રહ્યું છે.