જયપુર: રાજસ્થાનમાં કેબિનેટ વિસ્તારને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે સીએમ અશોક ગેહલોતની કેબિનેટમાંથી 3 મંત્રીઓનાઅ રાજીનામા મુકવામાં આવ્યા છે રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી અજય માકનના અનુસાર ગુજરાતના પ્રભારી રધુ શર્મા, પંજાબના પ્રભારી હરીશ ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ પાર્ટી હાઇકમાન્ડૅને મંત્રીપદેથી રાજીનામાની રજૂઆત કરી છે. અજય માકન જયપુર પહોંચ્યા છે. આ સાથે જ અશોક ગેહલોત મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાઓએ જોર પક્ડ્યું છે. હાલ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર યૂપીના પ્રવાસે છે અને તે શનિવારે સાંજ સુધી જયપુર આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે રાજસ્થાનમાં સચિન પાયલટનું જૂથ લાંબા સમયથી કેબિનેટ વિસ્તારની માંગ કરી રહ્યું હતું.  તાજેતરમાં જ પાયલટ અને અશોક ગેહલોતે અલગ-અલગ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ 16 નવેમ્બરના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું હતું કે મંત્રીમંડળમાં જલદી જ ફેરબદલ થશે. 

UK Election: બ્રિટનમાં વચગાળાની ચૂંટણી યોજાય તો બ્રિટિશ ભારતીય મતદારોને લઇને રિપોર્ટમાં થયો આ ખુલાસો


સચિન પાયલોટ અને અશોક ગેહલોત રાજ્ય કોંગ્રેસમાં જૂથવાદને નકારી રહ્યા છે. અશોક ગેહલોતે ગુરૂવારે કહ્યું કે 'રાજસ્થાનમાં કોઇ જૂથવાદ નથી. તમે પોતે જોશે કે જુથવાદની અફવાઓ વિપક્ષવાળા ફેલાવી રહ્યા છે. જુથવાદી ત્યાં છે કે તેમની જામીનને જપ્ત થઇ રહી છે કોઇ ત્રીજા કોઇ ચોથા સ્થાન પર છે. ઝઘડો તેમનાં ત્યાં છે, અમારે ત્યાં કોઇ ઝઘડો નથી. અમે બધા એકજુથ છીએ.


તમને જણાવી દઇએ કે રાજ્યની બે સીટો પર તાજેતરમાં જ પેટાચૂંટણીમાં વલ્લભનગર સીટ પર ભાજપ ઉમેદવાર ચોથા તો ધરિયાવદ સીટ પર ત્રીજા સ્થાન પર રહ્યા.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube