જયપુર: રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા અશોક ગેહલોતના નેતૃત્વમાં કેબિનેટનું વિસ્તરણ થયું. જો કે આ સાથે જ પાર્ટીમાં સંગ્રામ શરૂ થઈ ગયો છે. કેબિનેટમાં સ્થાન ન મળવાથી ઘણા ધારાસભ્યો નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. ધીમેધીમે રાજસ્થાનની રાજનીતિ જબરદસ્ત ગરમાઈ રહી છે. ચારેબાજુ ચર્ચાનો વિષય બનેલા અશોક ગેહલોત સરકારની નવી કેબિનેટના શપથ ગ્રહણ કાર્યક્રમ પુરો થતા અનેક ધારાસભ્યોમાં અસંતોષ દેખાઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ મોટા મિશન પર પાયલોટ?
કેબિનેટની રચના પહેલા સચિન પાયલોટે કહ્યું હતું કે 'આનાથી કોંગ્રેસના મુખ્ય કાર્યકરોની ભાગીદારી વધશે. મેં હંમેશા મુદ્દાઓ વિશે વાત કરી છે. હું ક્યારેય વ્યક્તિ વિશે વાત કરતો નથી. મારા દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પાર્ટીમાં કોઈ જૂથવાદ નથી. સોનિયા, પ્રિયંકા અને રાહુલ અમારા નેતા છે.


પાયલોટનું સપનું 2023માં સાચું થશે?
પોતાના વિશે વાત કરતા પાયલટે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ છેલ્લાં 20 વર્ષોથી મને જે પણ જવાબદારી સોંપી, મેં તેને સારી રીતે પુરી કરવાની કોશિશ કરી. અમે લોકો પરિપાર્ટીથી અલગ થઈને 2023માં ફરીથી સરકાર બનાવવા માટે કાર્ય કરી રહ્યા છીએ. કયા મંત્રીને કયો વિભાગ સોંપવાનો છે, તેના પર વાતચીત થઈ ચૂકી છે. અજય માકન અને સીએમ અશોક ગેહલોતે તેના પર પોતાનો નિર્ણય લઈ લીધો છે.


2023 સુધી ગેહલોતની ખુરશી સુરક્ષિત?
તેનો મતલબ એવો થાય છે કે પોતાના સમર્થકોને સચિનને સરકારમાં સામેલ કરી લીધા છે. હવે તેઓ 2023 પર કામ કરશે. ચૂંટણી સુધી અશોક ગેહલોત રાજ્યની કમાન સંભાળશે અને  આગામી વિધાનસભા ચૂંટણીમાં તે પોતે (અશોક ગેહલોત) જ સચિવ પાયલોટને પ્રમોટ કરશે. પરંતુ આ માત્ર અનુમાન છે, તેમના વિશે હજુ સ્પષ્ટ કંઈ કહેવામાં આવ્યું નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube