કોંગ્રેસમાં ધરખમ ફેરફાર!, આ દિગ્ગજ નેતા લઈ શકે છે રાહુલ ગાંધીની જગ્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધા બાદ હવે કોંગ્રેસને બહુ જલદી રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. પાર્ટીની વર્કિંગ કમિટીમાં આ અંગે વિચાર વિમર્શ થઈ ચૂક્યો છે અને અશોક ગેહલોત પાસે પણ આ અંગે અભિપ્રાય લેવામાં આવેલો છે.
જયપુર: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધા બાદ હવે કોંગ્રેસને બહુ જલદી રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. પાર્ટીની વર્કિંગ કમિટીમાં આ અંગે વિચાર વિમર્શ થઈ ચૂક્યો છે અને અશોક ગેહલોત પાસે પણ આ અંગે અભિપ્રાય લેવામાં આવેલો છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસના હાલના અધ્યક્ષ રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પણ ચર્ચા થઈ ગઈ છે. કહેવાય છે કે કોંગ્રેસના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક ગેહલોત હશે. પરંતુ તેમાં પણ એમોટી અપડેટ એ છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી પદની જવાબદારી તો અશોક ગેહલોત પાસે જ રહેશે. એવી માહિતી મળી છે કે અશોક ગેહલોતે સીએમ પદ પર કામ કરતા ચાલુ રાખવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે.
બજેટ સત્ર અગાઉ PM મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા
આ બાજુ પાર્ટીની અંદર એક મોટો વર્ગ એ વાતનો સમર્થક છે કે આ નિર્ણયથી પાર્ટીને લાભ થશે. નોંધનીય છે કે અખિલેશ યાદવ, માયાવતી, નવીન પટનાયક, જયલલિતા અને મમતા બેનર્જી મુખ્યમંત્રી પદ પર રહેવા છતાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઉપર પણ કામ કરતા રહ્યાં છે. મુખ્યમંત્રી પદ પર રહીને અશોક ગેહલોતને દશના અન્ય રાજ્યોમાં પ્રોટોકોલ પણ મળી શકશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે અશોક ગેહલોતને જવાબદારી સોંપવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો છે.
જુઓ LIVE TV
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, ચૂંટણીમાં મોદીના નામની સુનામી હતી, અમે બસ જીવતા બચી ગયા
કોંગ્રેસની વર્કિંગ કમિટીના નેતાઓ સાથે પણ અશોક ગેહલોતનો સારો તાલમેળ છે. અશોક ગેહલોતની પસંદગી પાછળ એક મોટું કારણ એ છે કે રાહુલ ગાંધીએ દેશમાં ઓબીસી અને દલિત જાતિમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાની વાત કરી છે. જેને લઈને ઓબીસી જાતિમાંથી હોવાના કારણે અશોક ગેહલોતનો પક્ષ મજબુત થાય છે. અશોક ગેહલોત મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે તો રાજસ્થાનમાં રાજ્ય સરકારમાં પણ અસ્થિરતાની સ્થિતિ જોવા મળશે નહીં કારણ કે મોટાભાગના ધારાસભ્યો અશોક ગેહલોતના સમર્થનમાં છે. જોવાનું એ રહેશે કે તેની અધિકૃત જાહેરાત ક્યારે કરાય છે.