રાજસ્થાનમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ફરી એકવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે Tweet કરીને જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસમાં વધારો થયો છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત થયો છું. ડોકટરોની સલાહ મુજબ હું આગામી કેટલાક દિવસો સુધી મારા ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ. તમે બધા પણ કાળજી લો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. આ ઉપરાંત પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ કોરોના પોઝિટિવ હોવાનું પણ જાણવા મળ્યું છે.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube