જયપુરઃ CM Ashok Gehlot Video: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં મુખ્યમંત્રી ગેહલોતે એક મંદિરમાં દર્શન દરમિયાન માસ્ક મોઢાપરથી હટાવ્યા વગર ચરણામૃત પી લીધું. તેમના આ વીડિયો પર લોકો ખુબ મજા લઈ રહ્યાં છે અને કોમેન્ટ કરી રહ્યાં છે. આ વીડિયો જેસલમેર સ્થિત પ્રસિદ્ધ રામદેવરા મંદિરનો હોવાનું સામે આવ્યું છે. 2 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી અશોક ગેહલોત દર્શન માટે પહોંચ્યા હતા. ચાર દિવસ જૂનો આ વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરમાં લાગ્યા હતા મોદી-મોદીના નારા
અશોક ગેહલોત શુક્રવારે જેસલમેરની પાસે રામદેવરામાં લોક દેવતા બાબા રામદેવ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક શ્રદ્ધાળુઓએ રાજકીય નારા પણ લગાવ્યા હતા. ત્યાં હાજર એક વ્યક્તિએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ ભાષાને જણાવ્યું કે મુખ્યમંત્રી ગેહલોતને મંદિર પરિસરમાં વીઆઈપી માટે બનેલા માર્ગથી પ્રવેશ આપ્યો અને જ્યારે તે બાબા રામદેવની સમાધી તરફ જઈ રહ્યાં હતા ત્યારે લાઇનમાં ઉભેલા કેટલાક શ્રદ્ધાળુઓના સમૂહે રાજકીય નારા પણ લગાવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube