નવી દિલ્હી : ગુર્જર સમુદાય રાજસ્થાનમાં ફરી એકવાર અનામતની માંગ મુદ્દે પ્રદર્શન કરી રહ્યો છે. ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલા પોતાના સમર્થકો સાથે શુક્રવારે સવાઇમાધપુર જિલ્લામાં ટ્રેનના પાટાઓ પર બેઠા છે. રાજસ્થાનની ગહલોત સરકારે ગુર્જર અનામત સાથે છેડો ફાડી નાખતા કેન્દ્ર સરકારને ટોપી ઓઢાડી દીધી છે. મુખ્યમંત્રી અશોક ગહલોતે ગુર્જર નેતાઓ સાથે વાતચીત માટે 3 મંત્રીઓની કમિટીની રચના કરી છે. બીજી તરફ વાતચીત માટે રચાયેલી કમિટીમાં રહેલા રાજસ્થાન સરકારના મંત્રી વિશ્વેન્દ્ર સિંહ બૈસલાએ શનિવારે મુલાકાત કરી પરંતુ વાતચીતનું કોઇ પરિણામ નથી મળ્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંવિધાન સંશોધનની જરૂરિયાત, વડાપ્રધાન મોદી સાથે કરો મુલાકાત
શનિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે, 5 ટકા  અનામતની માંગ મુદ્દે આંદોલન કરી રહેલા ગુર્જર સમાજના નેતાઓને પોતાની માંગ અંગેની અરજી વડાપ્રધાન મોદીને સોંપવી જોઇએ કારણ કે આ સંવિધાન સંશોધન વગર શક્ય નથી. ગહલોતે રેલના પાટાઓ પર બેઠેલા આંદોલનકર્તાઓને અપીલ કરી કે તેઓ ત્યાંથી હટી જાય. ગહલોતે પત્રકારોનેક હ્યું કે, ગત્ત વખતે પણ તેમની મોટા ભાગની માંગ રાજ્ય સરકાર દ્વારા માનવામાં આવી હતી, આ વખતે પણ તેમની વાતચીત કરવા માટે ત્રણ મંત્રીઓની કમિટી બનાવવામાં આવી છે. આ વખતે જે તેમની માંગ છે, તેનો સંબંધ કેન્દ્ર સરકાર સાથે છે. 



ગહલોતે કહ્યું કે, ગત્ત વખતે પાંચ ટકા અનામતની માંગને વિધાનસભામાં પસાર કરીને લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે હાઇકોર્ટે પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે જે ગુર્જર સમાજની માંગ છે તે સંવિધાન સંશોધન કરીને જ પુર્ણ થઇ શકે છે, આ વાત બેંસલાજીને પણ ખબર છે માટે તેમનું આંદોલન સમજથી પર છે. તેમણે પોતાની માંગણી અંગેનો વિસ્તૃત રિપોર્ટ  વડાપ્રધાન અને ગૃહમંત્રીને સોંપવો જોઇએ.