મોદી 2019ની ચૂંટણી જીતશે તો ભવિષ્યમાં કોઇ ચૂંટણી થાય તેની ગેરેન્ટી નહી: ગહલોત
લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો છે
બીકાનેર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગહલોતે કહ્યું કે, જો વડાપ્રધાન મોદી પોતાની પાર્ટી સાથે 2019ની લોકસભા ચૂંટણી ફરી એકવાર જીતી જશે તો આગળ ચૂંટણી યોજાય તેની કોઇ જ ગેરેન્ટી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ એવું એટલા માટે કહી રહ્યા છે કે કારણ કે તેમને લાગે છેકે વડાપ્રધાન મોદી અને આરએસએસને લોકશાહીમાં કોઇ જ વિશ્વાસ નથી.
બળતુ ઘર કૃષ્ણાર્પણ: અમેઠીમાં હાર ભાળી ગયેલ કોંગ્રેસ રાહુલને બીજી સીટ પરથી પણ લડાવશે
આરએસએસ, ભાજપને લોકશાહીમાં વિશ્વાસ નહી
આ દરમિયાન ગહલોતે એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ અને આરએસએસની વિચારસરણી વિરોધ સહન થી કરી શકતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, હું સમજુ છું કે ભાજપ અને આરએસએસનાં લોકો પોતાનો વિરોધ સહન નથી કરતી શકતા. ગાંધીએ કહ્યું કે, લોકશાહીમાં વિપક્ષનું સન્માન થવું જોઇએ. ગાંધીએ કહ્યું કે, લોકશાહીમાં વિપક્ષ શું કહે છે તે પણ મહત્વનું હોય છે.
SBI એ યુઝર્સ માટે ચાલુ કરી ખાસ સુવિધા, ATM વગર ઉપાડી શકાશે પૈસા
વડાપ્રધાન મોદી, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને આરએસએસનાં લોકો વિરોધ સહન કરી જ શકે નહી કારણ કે તેમનું લોકશાહીમાં વિશ્વાસ નથી ધરાવતા. આ લોકશાહીનાં નામે રાજનીતિમાં ઉતરેલા લોકો છે. તેમની પાસે જનતા માટે કોઇ નીતિ અને કાર્યક્રમ નથી જે કોંગ્રેસની સામે ટકી શકે.
ગ્રાહકોને રોજ મળશે 2GB ફ્રી ડેટા: JIO એ આકાશનાં લગ્નની ઉજવણી ચાલુ કરી
ચૂંટણી સમયે જ યાદ આવે છે રામ
તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપને ખાલી ચૂંટણીમાં જ રામ મંદિર યાદ આવે છે. ગહલોતે કહ્યું કે, કોંગ્રેસે 70 વર્ષ સુધી લોકશાહીને સહેજ કરી રાખે છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, જો ભારતમાં લોકશાહી નથી હોતી તો તમે (મોદી) ક્યારે પણ વડાપ્રધાન બની નથી શકતા.