કોટા: રાજસ્થાન (Rajasthan) ના કોટા (Kota) માં મંગળવારે કોર્તે 10 વર્ષ પછી બે લોકોની હત્યાના કેસમાં 9 દોષીઓને ઉંમરકેદની સજા (Life Imprisonment) સંભળાવી છે. હત્યાના આ કેસમાં 12 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં બે લોકોને પુરાવાના અભાવે મુક્ત કરી દેવામાં આવ્યા. જ્યારે એક કિશોરી આરોપી વિરૂદ્ધ કેસ હજુ પણ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB) માં ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમીન વિવાદમાં બે લોકોની હત્યા
તમને જણાવી દઇએ કે એક દાયકા પહેલાં જમીન વિવાદમાં 12 લોકોએ મળીને બે લોકોની હત્યા કરી નાખી હતી. આ કેસમાં દોષી ગણાવ્યા બાદ 9 લોકોને કોર્ટે ઉંમર કેદ (Life Imprisonment) ની સજા સંભળાવી હતી. 

1 કરોડ ફ્રી એલપીજી કનેક્શન આપશે મોદી સરકાર, સિલેન્ડર બુકિંગનો નિયમ પણ બદલાયો


તો બીજી તરફ એડિશનલ જજ દીપક પરાશરે આ કેસમાં બે લોકોને પુરાવાના અભાવે મુક્ત કરી દીધા. તમને જણાવી દઇએ કે મુક્ત કરેલા બે લોકો અને જે 9 દોષીઓને ઉંમરકેદની સજા મળશે, તે તમામ એક જ પરિવારના છે. સરકારી વકીલે આ જાણકારી આપી હતી.  

Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ


શું છે સમગ્ર મામલો
તમને જણાવી દઇએ કે સપ્ટેમ્બર 2020માં દોષીઓએ દેસી પિસ્તોલ, લોખંડના સળિયા, ચાકૂ, તલવાર અને લાકડી ડંડા સાથે પીડિત પક્ષના ઘરના 4 સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં 42 વર્ષીય હરિશંકરનું મોત થયું હતું. તો બીજી તરફ 52 વર્ષના ચંદ્રપ્રકાશ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પછી ઘટનાના બીજા દિવસે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચંદ્રપ્રકાશનું મોત થયું હતું. આ હુમલામાં બે અન્ય લોકોને પણ ઇજા પહોંચી હતી. 

Gold Price Today: હવે મોંઘું થશે સોનું? એક્સપર્ટ પાસેથી જાણો ક્યારે ખરીદવું સોનું?


કોર્ટે બે લોકોને છોડી મુક્યા
અત્રે ઉલ્લેખનીય છે કે 9 દોષીઓમાંથી ચાર રામપ્રતાપ મીણા, જોધરાજ, અશોક કુમાર પુરૂષોત્તમ અને પ્રભુલાલ વર્ષ 2010 થી સતત કસ્ટડીમાં છે. મંગળવારે કોર્ટએ આ તમામને ઉંમર કેદની સજા સંભળાવી હતી. તો બીજી તરફ બે લોકોને છોડી મુકવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube