શું પીએમ મોદીએ દાનપાત્રમાં કવર નાખ્યું હતું? પૂજારીનો દાવો- નીકળ્યા 21 રૂપિયા
PM Modi Devnarayan Bhagwan: ભીલવાડા જિલ્લાના આર્સીંદ વિસ્તારમાં આવેલા ગુર્જર સમાજના આરાધ્ય દેવ ભગવાન દેવનારાયણ મંદિરના દાનપાત્રમાં પીએમ મોદીએ પણ કેટલાક પૈસા દાન સ્વરૂપે નાખ્યા હતા. 28 જાન્યુઆરીના રોજ પીએમ મોદીએ દેવ દરબારના 1111માં પ્રાગટ્સ દિવસ પર ભગવાન દેવનારાયણના દર્શન કરીને વિશાળ જનસભાને સંબોધિત કરી હતી.
PM Modi Devnarayan Bhagwan: ભીલવાડા જિલ્લાના આર્સીંદ વિસ્તારમાં આવેલા ગુર્જર સમાજના આરાધ્ય દેવ ભગવાન દેવનારાયણ મંદિરના દાનપાત્રમાં પીએમ મોદીએ પણ કેટલાક પૈસા દાન સ્વરૂપે નાખ્યા હતા. 28 જાન્યુઆરીના રોજ પીએમ મોદીએ દેવ દરબારના 1111માં પ્રાગટ્સ દિવસ પર ભગવાન દેવનારાયણના દર્શન કરીને વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં રાખેલા દાનપાત્રમાં તેમણે દાન કર્યું હતું. તે સમયે મંદિરના પૂજારી હેમરાજ પોસવાલે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ દાનપાત્રમાં એક કવર નાખ્યું અને તેમાંથી 21 રૂપિયા નીકળ્યા.
વર્ષમાં 2વાર ખોલાય છે દાનપેટી
અત્રે જણાવવાનું કે દેવનારાયણ જન્મસ્થળ પર વર્ષમાં 2 જ વાર દાનપેટી ખોલાય છે જ્યાં એકવાર દેવનારાયણ જન્મોત્સવ અને બીજીવાર દેવનારાયણ ઘોડાના અવતરણ દિવસ પર મંદિર કમિટી દ્વારા દાનપેટી ખોલાય છે. લગભગ 6 મહિના બાદ ભાદ્રપદ માસની છઠના દિવસે દાનપત્ર ખોલાય છે. આ દિવસે દેવનારાયણ ભગવાનના ઘોડાનો અવતાર થયો હતો.
કવર નહીં નોટ નાખ્યા હતા પીએમ મોદીએ
આ વખતે પણ દેવનારાયણ ભગવાનના ઘોડાના અવતાર દિવસના એક દિવસ બાદ મંદિર કમિટીએ નિર્ણય લીધો અને જ્યારે દાનપાત્ર ખોલવામાં આવ્યું તો 3 કવર નીકળ્યા હતા. એક કવરમાંથી 2100 રૂપિયા નીકળ્યા પરંતુ તેના પર સુરેન્દ્ર સિંહ જાડાવત નામ લખ્યું હતું. જે રાજસ્થાન ધરોહર પ્રાધિકરણના અધ્યક્ષ છે. બીજુ કવર નામ વગરનું હતું અને તેમાંથી 101 રૂપિયા નીકળ્યા. જ્યારે ત્રીજુ સફેદ કવર પીએમ મોદીનું હતું એમ કહેવાયું. જેમાંથી 20 રૂપિયાની એક નોટ અને એક રૂપિયાનો એક સિક્કો નીકળ્યા. પરંતુ ત્યારબાદ એ વાત સાબિત થઈ ગઈ કે પીએમ મોદીએ કોઈ કવર નહીં પરંતુ દાનપેટીમાં નોટ નાખ્યા હતા.
અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ દાનપેટીમાં નાખેલા દાન અંગે ભાત ભાતની ખબરો ચાલી રહી છે. પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે પીએમ મોદીએ ભગવાન દેવનારાયણ મંદિરના દાનપાત્રમાં કોઈ કવર નાખ્યું નહતું. પીએમ મોદી દાનપેટીમાં કેટલીક નોટો નાખી રહ્યા છે તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આથી પૂજારોની દાવો ખોટો ઠરતો લાગી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube