ચિત્તોડગઢ : રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે યોજાનારા વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાઇ રહ્યું છે. તો બીજી તરફ પાર્ટીઓ પણ ચૂંટણી પહેલા બચેલા સમયને વેડફવા નથી માંગતી અને છેલ્લી ઘડી સુધી ચૂંટણી પ્રચાર કરી લેવાના મુડમાં છે. બીજી તરફ પાર્ટી ઉમેદવારો જનતાના સમર્થન માટે અલગ અલગ પ્રકારના ગતકડાઓ કરવામાં આવી રહ્યા છે. એવામાં એક ધારાસભ્યએ જનતાના સમર્થન માટેનો અનોખો નુસ્ખો શોધી કાઢ્યો છે. ભાજપ નેતા શ્રીચંદ કૃપલાની ચૂંટણીમાં જનતા પાસે મત માંગતા તેમ કહેવા લાગ્યા કે જો તમે મને વોટ નહી આપો તો હું આત્મહત્યા કરી લઇશ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીચંદ કૃપલાની રાજસ્થાનની વસુંધરા રાજે સરકારમાં યુડીએચ મંચ્રી છે અને નિબાહેડા વિધાનસભાથી ચૂંટણી લડી રહ્યા છે. શ્રીચંદ કૃપલાની પણ હાલના દિવસોમાં અન્ય ઉમેદવારોની જેમ ચૂંટણી પ્રચારમાં અને જનતાને લલચાવવામાં લાગેલા છે. જેના માટે તેઓ ગ્રામીણ ક્ષેત્રમાં સભાઓ કરી રહ્યા છે અને પોતાની સભામાં તેમ કહેતા જોવા મળી રહ્યા છે કે જો તેમને મત નહી મળે તો તેઓ આત્મહત્યા કરી લેશે. 

નિમ્બાહેડા વિધાનસભામાં કેલી અને ગાદોલા વિસ્તારમાં સભાઓ દરમિયાન હાજર જનતામાંથી કોઇએ મંત્રીનાં આ નિવેદનનો વીડિયો મોબાઇલમાં ઉતાર્યા બાદ વાઇરલ કરી દીધો છે. જો કે કૃપલાની તે ભાવુકતાવશ કરેલી વાત પર ત્યાર બાદથી કૃપલાની અને ગ્રામીણો પણ હસી રહ્યા હોવાનું જોઇ શકાય છે. 

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે 200 સીટો પર મતદાન થશે. ત્યાર બાદ 11 ડિસેમ્બરે પરિણામો સામે આવશે. જો કે તે પહેલા પ્રદેશની બંન્ને મોટી પાર્ટી કોંગ્રેસ અને ભાજપે પોતાની કમર કસી લીધી છે અને ભારે ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. ભાજપની તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ જેવા મોટા મંત્રીઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચશે. બીજી તરફ કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ ગાંધી, રાજ બબ્બર અને નગમા જેવા ચહેરાઓ ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે.