જયપુર/દીપક ગોયલ : રાજસ્થાનના વિધાનસભા ઈલેક્શનના રણમાં તમામ રાજનીતિક પાર્ટીઓની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. તો ઈલેક્શનમાં નિર્દળીય ઉમેદવારોએ અજીબગરીબ ઈલેક્શન ચિન્હની સાથે રાજનીતિક દળોના ઉમેદવારોને ચેલેન્જ આપવાની પૂરતી તૈયારી કરી લીધી છે. આ કારણે આ વખતે ઈલેક્શનમાં જૂતા, ચપ્પલ, મોજા, બિસ્કીટ, ફ્લાવર, શિમલા મિર્ચી, લીલા મારચા, પેટ્રોલ પંપ, ગળાની ટાઈ, ચારપાઈ, સિલેન્ડર, લીલા મરચા, ડિશ એન્ટેના, બંગડીઓ, કોટ, કેક, કેલક્યુલેટર જેવા ઈલેક્શન ચિન્હો જોવા મળી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઈલેક્શન ચિન્હોની ફાળવણી નામ વાપસીના અંતિમ દિવસે થશે. જિલ્લાની 19 વિધાનસભાઓ માટે હાલ રિટર્નિંગ અધિકારીઓના કાર્યાલયોમાં નામાંકન જમા થઈ રહ્યું છે. કાર્યાલયના પ્રવેશદ્વારની બહાર તમામ ઈલેક્શન ચિન્હોને લગાવી દેવાયું છે. વિધાનસભા ઈલેક્શનમાં આ વખતે મતદાન કેન્દ્ર પર કેકથી લઈને ખાવાની થાળી પણ જોવા મળી શકે છે. 


રસપ્રદ બાબત એ છે કે, ઈલેક્શન વિભાગ દ્વારા વિધાનસભા ઈલેક્શનમાં નિર્દળીય ઉમેદવારો માટે ચિન્હોમાં ખાવાના સામાનથી લઈને રોજિંદી લાઈફમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને પણ સામેલ કરવામાં આવી છે. જોકે, આ 162 ઈલેક્શન ચિન્હો ભ્રમિત કરે તેવા છે. આવામાં ઉમેદવારોએ પોતાને યોગ્ય લાગે તેવા ચિન્હો શોધવામાં આકરી મહેનત કરવી પડશે.  



ઉલ્લેખનીય છે કે, ઈલેક્શન વિભાગ દરેક ઈલેક્શન પહેલા આવા જ સંભવિત ઈલેક્શન ચિન્હોનું લિસ્ટ જાહેર કરે છે. આવામાં ઉમેદવાર પોતાના માટે ઉપર બતાવેલ ચિન્હોની માંગણી કરે છે. તેના બાદ ઉપલબ્ધ હોય અને આલ્ફાબેટ મુજબ ઈલેક્શન ચિન્હની ફાળવણી કરે છે. ઈલેક્શન વિભાગ પોતાના લિસ્ટમાં સતત અપડેટ કરતું રહે છે. જેમાં અનેક નવા ઉમેરાય છે, અને જૂના ડિલીટ થતા જાય છે. 



શું છે આ વખતના લિસ્ટમાં
આ વખતે જાહેર કરાયેલા લિસ્ટમાં એક્સટેન્શન બોર્ડ, હેડફોન, ફોન ચાર્જર, હેલમેટ, લંચ બોક્સ, પાણી કરવાનો રોડ, નુડલ્સની પ્લેટ, પેટ્રોલ પંપ, રુમ હીટર, સીરિન્જ, કૂદવાની રસ્સી, વેક્યુમ ક્લીનર વગેરે છે. આ લિસ્ટમાં અંદાજે 20થી વધુ ખાવાની આઈટમ છે. જેમ કે, બ્રેડ, બિસ્કીટ, શિમલા મિર્ચી, વટાણા, કેક, ફ્લાવર, લીલા મરચા, દ્રાક્ષ, આઈસ્ક્રીમ, ભીંડા, નાસ્પતિ, મગફળી, ખાવાની થાળી, અનાનસ, અખરોટ, તરબૂચ વગેરે સામેલ છે. 



આ ઉપરાંત લિસ્ટમાં આ વખતે એર કન્ડીશનર, કબાટ, ઓટો રીક્ષા, બેબી વોકર, ગુબ્બારા, ફળોની બાસ્કેટ, બોલર, બોલ, બેટરી ટોર્ચ, મોતીનો હાર, બેલ્ટ, બેન્ચ, સાયકલ પંપ, દૂરબીન, બિસ્કીટ, બ્લેક બોર્ડ, વ્યક્તિનું ચિન્હ, બોટલ, બોક્સ, ડબલ રોટી, ઈંટ, બ્રીફકેસ, બ્રશ, ડોલ, કેક, કેલક્યુલેટર, કેમેરો, કેન, કાર્પેટ, કેરમ બોર્ડ, ફ્લાવર, હાથકડી, ચક્કી, રોટલી મેકર, ચપ્પલ, શતરંજ બોર્ડ, ચીમની, કોટ, નારિયલ ફોર્મ, કલર ટ્રે બ્રશ, ચારપાઈ, ક્રેન, ધન, કપ અને પ્લેટ, કટિંગ પ્લાયર સહિત કુલ 162 ચિન્હો છે, જેમાંથી નિર્દળીય ઉમેદવાર પોતાની પસંદગીનું ચિન્હ પસંદ કરી શકે છે. 


જિલ્લા ઈલેક્શન અધિકારી સિદ્ધાર્થ મહાજને જણાવ્યું કે, નામાંકન પ્રોસેસ પૂરી થવાની સાથે જ નિર્દળીયોને ઈલેક્શન ચિન્હ પ્રાથમિકતાના આધાર પર આપવામા આવશે. 22 નવેમ્બરના રોજ ફાળવણી કરવામાં આવશે. કોઈ પણ નિર્દળીય ઉમેદવાર પ્રાથમિકતાના આધારે ત્રણ ઈલેક્શન ચિન્હ પર દાવો કરી શકે છે. તેમાં ઉપલબ્ધતાના આધારે પહેલો, બીજું કે ત્રીજું ચિન્હની ફાળવણી કરાશે.