નવી દિલ્હી: રાજસ્થાનમાં થઈ રહેલી ચૂંટણી માટે ભાજપે પોતાના 31 ઉમેદવારોની બીજી સૂચિ બુધવારે જાહેર કરી દીધી. આ સૂચિમાં અનેક ચર્ચિત ચહેરાઓને જગ્યા મળી નથી. બીજી સૂચિમાં જે 15 વિધાયકોની ટિકિટ કપાઈ તેમાં સૌથી વધુ ચર્ચિત નામ અલવરની રામગઢ સીટથી ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાનું છે. આહૂજા 2016માં પોતાના કોન્ડોમવાળા નિવેદનથી ચર્ચામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે જેએનયુ પરિસરમાં પ્રતિદિન હજારો કોન્ડોમ મળી આવે છે. ત્યારબાદ મોબ લિંચિંગ અને લવ જેહાદના મામલે પણ અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

162 ઉમેદવારોની જાહેરાત
પહેલી સૂચિમાં ભાજપે 161 ઉમેદવારોની જાહેરાત કરી હતી. બીજી સૂચિમાં 31 નવા નામ સામે કરવાથી ભાજપના અત્યાર સુધી 200 સભ્યોની વિધાનસભાની બેઠક માટે 162 ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે. બાબુલાલ વર્મા, રાજકુમાર રિનવા અને ધન સિંહ રાવતને આ ચૂંટણીમાં ટિકિટ અપાઈ નથી. 


ભાજપના સાંસદ અને ધારાસભ્યે થામ્યો કોંગ્રેસનો હાથ
આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો આપતા હાલના સાંસદ હરીશ મીણા અને ધારાસભ્ય હબીબુર્રેહમાન બુધવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયાં. ચૂંટણીની બરાબર પહેલા આ રાજકીય ઘટનાને ભાજપ માટે મોટો આંચકો ગણવામાં આવી રહ્યો છે. આ સાથે જ આ બંને પક્ષોમાં તકવાદી નેતાઓને લઈને આરોપ  પ્રત્યારોપ શરૂ થઈ ગયાં છે.