નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં યોજાઇ રહેલ વિધાનસભા ચૂંટણી હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. મંગળવારે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર અટકી જશે. મંગળવારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાજસ્થામાં પત્રકાર પરિષદ સંબોધી હતી. શાહે અહીં કહ્યું કે, એકવાર ફરીથી પુર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે જયપુરમાં કહ્યું કે, ભાજપનાં પ્રચાર દરમિયાન જનતા વચ્ચે પોતાની વાતો રજુ કરી હતી. 2014માં કેન્દ્રની મોદી સરકાર બન્યા બાદ જેટલી પણ વિધાનસભા ચૂંટણી યોજાઇ ત્યાં ભાજપે ઘણુ સારૂ પ્રદર્શન કર્યું છે. રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીની બીજી સભા સાથે પ્રચાર પુર્ણ થશે. 
વારાણસી સંકટ મોચન મંદિરને 2006 કરતા પણ શક્તિશાળી વિસ્ફોટ કરી ઉડાવી દેવાની ધમકી...
BJPની 222 રેલીઓ
શાહે જણાવ્યું કે, વડાપ્રધાને 13 રેલીઓ કરી છે, હું પણ દરેક જિલ્લામાં ગયો છું. કુલ 38 કાર્યક્રમો કર્યા છે. વસુધરા રાજેએ પણ 75 રેલીઓને સંબોધિત કરી અને એક જનસમ્પર્ક યાત્રા પણ કરી હતી. ગૃહમંત્રી, યૂપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક પ્રદેશનાં અનેક મંત્રીઓ અને પદાધિકારીઓએ દ્વારા કુલ 222 રેલીઓ અને 15 રોડ શો કરવામાં આવ્યા હતા. 

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે રાજસ્થાનમાં અપ્રચારની શરૂઆત કરી હતી. કોંગ્રેસ સતત કહી રહ્યું હતું કે અહીં એકવાર એક પાર્ટી અને બીજી વખત અન્ય પાર્ટીની સરકાર આવે છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કેન્દ્ર - રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે. કોંગ્રેસે ત્રણ મુદ્દે ચૂંટણી લડી રહ્યું છે જમાં જાતીવાદ-પરિવારવાદ અને તૃષ્ટીકરણ છે. જ્યારે ભાજપ વિકાસ, શાંતિ અને સમરસતાનાં મુદ્દે ચૂંટણી લડી રહ્યું છે. 
અગસ્તા વેસ્ટલેંડ ગોટાળાનાં વચેટિયાને પરત લાવવા દેશનાં શક્તિશાળી અધિકારીની મહત્વની ભુમિકા...
કોંગ્રેસે કર્યો નકારાત્મક પ્રચાર
અમિત શાહે આ દરમિયાન અનેક યોજનાઓથી સામાન્ય માણસને કઇ રીતે ફાયદો થયો તે અંગે જણાવ્યું હતું. ઉપરાંત જેટલા લોકોને ફાયદો પહોંચ્યો તેની સંખ્યા પણ જણાવી હતી. કોંગ્રેસે સંપુર્ણ પ્રચાર દરમિયાન માત્ર નકારાત્મક નીતિ અપનાવી છે. જ્યારે કેન્દ્રમાંયુપીએ સરકાર હતી તો રાજસ્થાનની 1 લાખ 9 હજાર 242 કરોડ રૂપિયા આપ્યા. જ્યારે મોદી સરકાર બની તો 2 લાખ 63 હજાર 580 કરોડ રૂપિયા રાજસ્થાનનાં વિકાસ માટે આપ્યા. 
જરૂરી સમાચાર ! સરકાર દ્વારા 69 હજાર પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત...

અમે પ્રચારમાં કામને મુદ્દો બનાવ્યો, કોંગ્રેસ પોતાનાં નેતાને પણ પસંદ નથી કરી શકી. દરેક જિલ્લામાં નેતા પોતાની જાતને મુખ્યમંત્રી ગણે છે અને વિચારી રહ્યો છે કે તેમને આ રીતે જ મત મળશે. કોંગ્રેસે જાતી ધર્મનાં મુદ્દાઓ ઉછાળ્યા. વડાપ્રધાનની ગરિમા પર પણ લાંછન લગાવ્યું. તેમણે દાવો કર્યો કે પુર્ણબહુમતી સાથે ભાજપની સરકાર રાજસ્થાનમાં બનશે. તેમણે ગત્ત ટાર્ગેટ 180 + અંગે તેમણે કહ્યું કે, પુર્ણ બહુમત પુર્ણ બહુમત હોય છે.