રાજસ્થાન વિધાનસભા: કોંગ્રેસના 15ની સામે ભાજપનો માત્ર 1 લઘુમતી ઉમેદવાર
ગત્ત વખતે 2014માં ભાજપે 4 મુસ્લિમ ઉમેદવારો ટીકિટ આપી હતી હજી જે પૈકી બે સીટો પર ભાજપનો નિર્ણય સાચો ઠર્યો હતો
જયપુર : પોતાની જમીનને શોધવા માટે રાજસ્થાનમાં જાતીય અને ધાર્મિક સમીકરણોની નજરમાં રાખતા કોંગ્રેસના 15 મુસ્લિમ કેંડિડેટ્સને આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે. ગત્ત વખતે ચૂંટણીમાં પણ કોંગ્રેસે એટલા જ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ ભાજપની હવા અને કોંગ્રેસ પ્રત્યે અસંતોષના કારણે પોતાની સીટ હારી ગયા હતા. ગત્ત વખતે 2014માં રાજસ્થાનમાં ભાજપે ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી, જેમાંથી બે સીટો ભાજપે પોતાનાં કબ્જામાં લીધી હતી. આ વખતે ભાજપે પરિવહન મંત્રી યૂનુસ ખાનને જ મુસ્લિમ ચહેરા સ્વરૂપે ટિકિટ આપવામાં આવી છે.
યૂનુસ ખાન ભાજપનાં ટોંકથી ટિકિટ આપી છે અને તેને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી પદના સંભવિત ઉમેદવાર સચિવ પાયલોટની વિરુદ્ધ મેદાનમાં ઉતાર્યો છે. ગત્ત ચૂંટણીમાં યૂનુસ ખાન ડીડવાન સીટથી જીતીને વિધાનસભા સુધી પહોંચ્યા હતા. ભાજપના ટોંતક સીટના નામની જાહેરાત અંતિમ સમય પર કરી જ્યારે કોંગ્રેસે નિશ્ચય કર્યો કે સચિન પાયલોટ પણ ચૂંટણી લડશે. મુસ્લિમ બહુમતીવાળા ટોંક સીટ પર અગાઉ અજીત સિંહ મેહતા જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
ગત્ત ચૂંટણીમાં 8 મુસ્લિમ ઉમેદવારોને આ વખતે પણ કોંગ્રેસે ટિકિટ આપી છે જે ગત્ત વખતે ચૂંટણી હારી ગયા હતા. 15 ઉમેદવારોમાં કોંગ્રેસ 3 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે જેમાંથી બે સાફઇયા અને ગુલનાઝ ગત્ત વખતે ચૂંટણીમાં હારેલા ઉમેદવારોની પત્નીઓ છે.
ભાજપે પોતાનાં ગત્ત્ વિધાનસભાનાં એક બીજા મુસલમાન ચેહરા હબીબુર રહેમાનની ટીકિટ કાપી નાખી હતી. તેનાથી નારાજ થઇને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે તેઓ નાગૌરથી કોંગ્રેસના વિશ્વાસે પોતાનુ ભાગ્ય અજમાવી રહ્યા છે. ગહલોત સરકારમાં રહેમાન વકફ મંત્રી પણ રહી ચુક્યા છે અને ગત્ત ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ટીકિટ નહી મળતા તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને હવે ફરી એકવાર ઘર વાપસી થઇ છે.
હાલ ટીકિટો મુદ્દે કોંગ્રેસમાં પણ ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. અંતિમ સમય સુધી પાયલોટ અને ગેહલોત જુથ વચ્ચે વહેંચાયેલી કોંગ્રેસમાં છેલ્લે સુધી મનોમંથન અને અસમંજસની પરિસ્થિતી જોવા મળી હતી. જો કે હવે નવા ઉમેદવાર અને રીપિટ ઉમેદવાર કેટલો રંગ લાવે છે તે જોવું રહ્યું. બંન્ને પાર્ટીઓ હાલ તો પોતાની તમામ શક્તિ કામે લગાવીને જીતવાના દાવાઓ ઠોકી રહી છે.