Covid-19: માનવતા ભુલી રાજસ્થાન સરકાર, ખાવા-પીવાનું તો દુર ખાલી કરાવી રહ્યી છે શેલ્ટર હોમ
કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ વધી રહ્યો છે. કોરોના વાયરસથી બચવા માટે દેશમાં કરવામાં આવેલા લોકડાઉનના કારણે મજૂર વર્ગ પર આફત આવી છે. દરરોજ કમાઈને ખાનાર લોકો પાસે હવે રાશન પૂર્ણ થવા આવ્યું છે. આ કારણથી હજારો મજૂર પરિવારો પગપાળા સ્થળાતંર કરી રહ્યાં છે.
જયપુર: કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ વધી રહ્યો છે. કોરોના વાયરસથી બચવા માટે દેશમાં કરવામાં આવેલા લોકડાઉનના કારણે મજૂર વર્ગ પર આફત આવી છે. દરરોજ કમાઈને ખાનાર લોકો પાસે હવે રાશન પૂર્ણ થવા આવ્યું છે. આ કારણથી હજારો મજૂર પરિવારો પગપાળા સ્થળાતંર કરી રહ્યાં છે.
આ પણ વાંચો:- તપાસ એજન્સિઓના રડાર પર જુની દિલ્હીના હવાલા કારોબારી, નિઝામુદ્દીન મરકઝ કનેક્શનની થશે તપાસ
કોરોના કહેર, લોકડાઉનની આફતે મજૂર વર્ગને સૌથી મોટો ફટકો માર્યો છે. મજૂર વર્ગની હાલત પહેલાથી જ ખરાબ હતી. રાત દિવસ સખત મહેનત કર્યા બાદ તેઓને એક સમયની રોટલી મળી રહેતી હતી. કોરોનાના કારણે ચાલી રહેલા લોકડાઉનથી કામદારોની કમર તૂટી ગઈ છે. કામ-ધંધો બંધ થતા કામદારો તેમના ગામ તરફ વળ્યા છે. તેઓ આશા રાખે છે કે, ગામમાં પહોંચ્યા બાદ તેમના લોકો તેમને મદદ કરશે અને ભૂખ્યા સુવાનો વારો નહીં આવે. પરંતુ મજૂરોના ઘરે જવાનો માર્ગ એટલો સરળ નથી. એક તો ગરમી છે, ઉપરથી પોલીસ કર્મીઓની કડક કાર્યવાહીથી મજૂર વર્ગ માટે મોટી મુશ્કેલી ઉભી કરી છે.
આ પણ વાંચો:- ZEE NEWSના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી પર FIRની સામે પ્રેસ ક્લબની બહાર પ્રદર્શન
બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરો માટે ખોલવામાં આવેલા શેલ્ટર હોમ હવે બંધ કરવામાં આવી રહ્યાં છે. આશ્ચર્યજનક વાત એ છે કે, કેટલાક શેલ્ટર હોમમાં મજૂરો રહેતા હતા. તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે. એવામાં મજૂરો હવે પગપાળા સ્થળાતંર કરી રહ્યાં છે. શાસ્ત્રીનગર સ્થિત ખંડેલવાલ કોમ્યુનિટી સેન્ટરમાં રહેતા લગભગ એડધો ડર્ઝન મજૂરોને અચાનક બહાર કાઢી દેવામાં આવ્યા છે. એવામાં મજૂરો પગપાળા ઘર તરફ રવાના થયા છે.
આ પણ વાંચો:- મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓને આપી રાહત, 2020-21માં ફી નહીં વધારી શકે સ્કૂલ
બંધ છે રાજ્યની સરહદો
રાજ્યની સરહદો પર કડક અને અવરજવર બંધ કર્યા બાદ હવે પરપ્રાંતિય મજૂરોએ ફીથી સ્થળાંતર શરૂ કર્યું છે. રાજધાની જયપુરથી થઈ હજારો મજૂરો દરરોજ સ્થળાંતર કરી રહ્યાં છે. એવામાં રાજસ્થાનમાં વધતું તાપમાન હવે આ મજૂરોના સ્થળાંતરમાં અવરોધ બની રહ્યું છે. હાલની વાત કરીએ તો પ્રદેશનું તાપમાન 41 થી 45 ડિગ્રીની વચ્ચે ચાલી રહ્યું છે. ત્યારે, રાજધાની જયપુરમાં પણ તપમાન 41થી ઉપર પહોંચી ગયું છે. એવામાં બપોરની ગરમીમાં મજૂર જયપુરથી થઈને દુર રાજ્યો માટે સ્થળાતંર કરી રહ્યાં છે. તે દરમિયાન મજૂરોને ના તો છાયડોનો બંદોબસ્ત છે, ના તો પાણીની વ્યવસ્થા. ત્યારે તંત્રએ લગભગ 7 દિવસ પહેલા જ શેલ્ટર હોમને બંધ કરી દીધા છે. જેમાં મજૂર રહેતા હતા. તેમને પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. એામાં મજૂરના શેલ્ટર હોમ પણ છીનવી રહ્યાં છે.
આ પણ વાંચો:- સ્વાસ્થ્ય પર ખોટી અફવા ફેલાવનારને ગૃહ મંત્રી અમિત શાહનો જવાબ- હું સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી
ઉલ્લેખનીય છે કે, સરકારે હવે અવર જવર પર કડક કાર્યવાહી કરી છે. ઈ પાસને માન્ય કર્યા છે. એવામાં લાખો મજૂરોએ પાસ માટે આવેદન કર્યું છે. પરંતુ પાસ આપવામાં આવ્યા નથી. જો કે, સરકાર કેટલા પણ દાવા કરે, પરંતુ તમામ પર્યત્નો છતાં, મજબૂર મજૂર સ્થળાંતર અટકી રહ્યું નથી. લોકડાઉનના ત્રીજા તબક્કા બાદ, મજૂરો પગપાળા ચાલીને જઈ રહ્યાં છે. હાલમાં પરિસ્થિતિ એ છે કે, મજૂરોને માર્ગમાં ફૂડ પેકેટની સુવીધાઓ પણ મળી રહી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube