રાજસ્થાનઃ ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે અનામત લાગુ કરવાની તૈયારી
રાજ્ય સરકારના પ્રશ્તાવ અનુસાર રાજ્યના સ્થાનિક લોકો માટે 75 ટકા અનામત રાજ્યનાં તમામ ઔદ્યોગિક એકમ, ફેક્ટરી, સંયુક્ત ઉદ્યમ સહિત જાહેર-ખાનગી ભાગીદારીમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટમાં લાગુ કરવામાં આવશે. જો ખાનગી કંપનીઓને કુશળ કારિગર મળતા નથી તો કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબ યુવાનોને ટ્રેનિંગ આપશે.
જયપુરઃ રાજસ્થાનમાં ગેહલોત સરકાર(Gehlot Government) એક મોટો નિર્ણય લેતાં ખાનગી ક્ષેત્ર(Private Sector)માં પણ સ્થાનિક લોકોને 75 ટકા અનામત(Reservation) આપવાની તૈયારી કરી રહી છે. જો આમ થયું તો આંધ્ર પ્રદેશ(Andhra Pradesh) અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) પછી રાજસ્થાન(Rajasthan) દેશનું ત્રીજું રાજ્ય બનશે.
રાજ્ય સરકારે રાજસ્થાન કૌશલ્ય અને આજીવિકા નિગમને ખાનગી ક્ષેત્રોમાં 75 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ તૈયાર કરવા જણાવ્યું છે. રાજસ્થાનના આ વિભાગે રિપોર્ટ તૈયાર કરીને ભારતીય ઉદ્યોગ પરિસંઘને ફીડબેક માટે મોકલ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 19 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાન કૌશલ્ય અને આજીવિકા વિકાસ નિગમે ઉદ્યોગો સાથે સંબંધિત તમામ વિભાગોની બેઠક પણ બોલાવી છે.
દિલ્હી-કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ પૂરી, નવરાત્રીથી શરૂ થશે ટ્રેન
શું છે પ્રસ્તાવ?
રાજ્ય સરકારના પ્રશ્તાવ અનુસાર રાજ્યના સ્થાનિક લોકો માટે 75 ટકા અનામત રાજ્યનાં તમામ ઔદ્યોગિક એકમ, ફેક્ટરી, સંયુક્ત ઉદ્યમ સહિત જાહેર-ખાનગી ભાગીદારીમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટમાં લાગુ કરવામાં આવશે. જો ખાનગી કંપનીઓને કુશળ કારિગર મળતા નથી તો કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબ યુવાનોને ટ્રેનિંગ આપશે.
બે રાજ્યમાં લાગુ થઈ ચુક્યું છે
ઉલ્લેખનીય છે કે, ખાનગી ક્ષેત્રમાં રાજ્યના નિવાસીઓ માટે મધ્ય પ્રદેશમાં 70 ટકા અને આંધ્ર પ્રદેશમાં 75 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ આ પ્રકારના અનામતની માગ ઉઠી રહી છે. આ અગાઉ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રાજ્યના ઉદ્યોગ-ધંધાઓમાં સ્થાનિક લોકોને 30 ટકા અનામતની જોગવાઈ કરી હતી.
જુઓ LIVE TV....