જયપુર : હાલ કોંગ્રેસ નીત પંજાબ અને કર્ણાટકની ગઠબંધન સરકાર પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાનું વિચારી રહી હતી કે વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. ત્યારે વસુંધરા રાજે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 4 ટકાનો વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. સરકારનાં આ નિર્ણયથી તેલનાં ભાવમાં 2 થી 2.50 રૂપિયા સુધી રાહત મળશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ મહારાષ્ટ્ર સરકારનાં હવાલાથી પણ સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવા અંગે વિચાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ પેટ્રોલ અને ડીઝલનાં કારણે ભાવના મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું છે, જેનું તમામ વિપક્ષ દળોને સમર્થન કર્યું છે. 

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ની હિમાચલ પ્રદેશ પ્રભારી રજની પાટિલે માહિતી આપી છે કે, પંજાબ અને કર્ણાટકમાં પેટ્રોલ- ડીઝલ ઝડપથી સસ્તું થઇ શકે છે. પાટિલે એક સવાલનાં જવાબમાં કહ્યું કે, કોંગ્રેસ શાસિત પંજાબ અને કર્ણાટકને મુખ્યમંત્રીઓને પેટ્રોલિયમ ઉત્પાદન પર મૂલ્ય વર્ધિત કર (વૈટ) ઘટાડવા માટે પહેલા જ કહેવામાં આવી ચુક્યું છે.