Ganesh Temple : દુંધાળા દેવ ગણપતિના ભક્તો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી છે. ભારતમાં કોઈ ઉત્સવ એવો નથી જેમાં ભગવાન ગણેશની પૂજા ન થાય. દેશભરમાં ગણપતિ બાપ્પાના મંદિરો આવેલા છે. પરંતુ રાજસ્થાનમાં આવેલુ ગણેશ મંદિર એવુ છે કે જે પ્રેમી પંખીડાઓ માટે વરદાનરૂપ છે. અહીં મોટી સંખ્યામાં પ્રેમીઓ મદદ માટે પહોંચે છે અને બાપ્પા તેમની મનોકામના પૂરી કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવામાં આવે છે કે, અહીં બાપ્પા પ્રેમી જોડીઓની મદદ કરે છે. અહીં ગણપતિ દાદા સામે અરજી કરવાથી પ્રેમીઓની નૈયા પાર લાગી જાય છે. આ જ કારણે, રાજસ્થાનના આ મંદિરમાં સ્થાપિત ગણેશને ઈશ્કિયા ગણેશ કહેવાય છે. આ મંદિર સાથે જોડાયેલી કથા પણ રોમાંચક છે. 


તલાટીના ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર : આ દિવસે જાહેર કરાશે આન્સર કી


બાપ્પાના દરબારમાં પહોંચે છે પ્રેમીઓ
આ મંદિરમાં પ્રેમી પંખીડાઓ પોતાની ઈચ્છા પૂરી કરવા આવે છે. તેમને આશા હોય છે કે, અહીં તેમની વાત બાપ્પા જરૂર સાંભળશે, અને અહીં તેમના લગ્ન થશે. આ મંદિરમાં મોટી સંખ્યામાં પ્રેમી પંખીડાઓ હાજરી લગાવે છે. કહેવાય છે કે, અનેક પ્રેમી પંખીડાઓની ઈચ્છા અહી પૂરી થઈ છે. તેથી તેઓ મનોકામના પણ પૂરી કરવા આવશે. આ ગણેશ મંદિરની ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે. દૂર-દૂરથી પ્રેમીઓ પોતાના પાર્ટનર સાથે બાપ્પાના દરબારમાં આવે છે. સાથે જ રાજસ્થાન ફરવા આવતા મુસાફરો પણ આ ઈશ્કિયા ગણેશ મંદિરમાં આવીને શિશ ઝૂકાવે છે. 


Mehsana : નકલી હળદર અને પનીર બાદ હવે નકલી મરચું બનાવતુ ગોડાઉન ઝડપાયું


100 વર્ષ જૂનુ ગણેશ મંદિર
સ્થાનિક લોકોનું કહેવુ છે કે, જોધપુરમાં ઈશ્કિયા ગણેશ મંદિરની સ્થાપના અંદાજે 100 વર્ષ પહેલા થઈ હતી. જોધપુરની સાંકડી ગલીઓમાં એક ઘરની બહાર ગુરુ ગણપતિ નામના આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ એટલા માટે કરાયુ હતું કે, કોઈ વ્યક્તિ દૂરથી કોઈને સરળતાથી નજર ન આવે. આ જ કારણ હતું કે, અહી પ્રેમી યુગલો ચોરી-છુપીથી પહેલી મુલાકાત માટે આવતા હતા. આ રીતે ધીરે ધીરે આ મંદિર પ્રેમી પંખીડાઓની પહેલી પસંદગી બનતી ગઈ. અહીં યુવક-યુવતીઓ આવવા લાગ્યા. મળવા લાગ્યા. તેઓ ગજાનનને પ્રાર્થના કરીને લગ્નની કામના કરવા લાગ્યા. અને બાદમાં વિવાહ થયા બાદ અહીં આર્શીવાદ લેવા આવતા થયા. આમ રીતે અહીંના બાપ્પા પ્રત્યે ભાવ પ્રકટ થવા લાગ્યો. આ રીતે આ મંદિર ઈશ્કિયા ગણેશ મંદિર તરીકે પ્રખ્યાત થવા લાગ્યું. 


ગીતા રબારીએ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે, રૂપિયાનો ઢગલો થઈ ગયો