જૈસલમેર: રાજસ્થાનના જૈસલમેરમાં 10 વર્ષના માસૂમની હત્યાના કેસનું ગુંચવાયેલું કોકડું ઉકલી ગયું છે. આ મામલે બાળકની માતા જ હત્યારણ નીકળી. પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી લીધી છે. પોલીસે બાળકના પિતરાઈ સગીર ભાઈની પણ અટકાયત કરી છે. અત્રે જણાવવાનું કે જૈસલમેર જિલ્લાના ઝિનઝનિયાલી પોલીસ મથક વિસ્તારમાં 10 વર્ષના બાળકની નિર્દયતાપૂર્વક હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાએ જ માસૂમને મોતને ઘાટ ઉતાર્યો
10 વર્ષના બાળકની હત્યાના કેસને ઉકેલ્યા બાદ જૈસલમેર પોલીસે જાણકારી આપતા કહ્યું કે માસૂમને તેની માતાએ જ મોતને ઘાટ ઉતાર્યો હતો. જેમાં મહિલાના પતિના સગીર ભત્રીજાએ મદદ કરી હતી. 


બાળકે માતાને આપત્તિજનક અવસ્થામાં જોઈ
પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાના પુત્રએ માતાને તેના 14 વર્ષના પિતરાઈ ભાઈ સાથે 9 ફેબ્રુઆરીએ કથિત રીતે આપત્તિજનક અવસ્થામાં જોઈ લીધી હતી. પોલીસના જણાવ્યાં મુજબ પોતાના ગેરકાયદેસર સંબંધ છૂપાવવા અને બદનામીના ડરથી મહિલા અને સગીરે મળીને બાળકની હત્યા કરી નાખી અને તેની લાશ કૂવામાં ફેકી દીધી. 


10 ફેબ્રુઆરીએ મળ્યો મૃતદેહ
જૈસલમેરની સર્કલ અધિકારી પ્રિયંકા યાદવે કહ્યું કે મૃતદેહ બીજા દિવસે સવારે મળ્યો હતો. તેમણે કહ્યું કે શંકાના આધારે પોલીસે પરણિત મહિલા અને તેના પતિના ભત્રીજાની અટકાયત કરીને પૂછપરછ કરી તો ખબર પડી કે બંને વચ્ચે કથિત રીતે લગ્નેત્તર સંબંધ છે અને મૃતકે બંનેને આપત્તિજનક અવસ્થામાં જોઈ લીધા હતા. પ્રિયંકા યાદવે જણાવ્યું કે હત્યાના આરોપમાં મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સગીરને અટકાયતમાં લેવાયો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube