જૈસલમેરમાં ધરતી ચીરીને બહાર નીકળ્યું 60 લાખ વર્ષ જૂનું પાણી? કે પછી પ્રગટ થઈ સરસ્વતી! જાણો શું છે મામલો
રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના મોહનગઢ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ટ્યૂબવેલના ખોદકામ દરમિયાન ભૂગર્ભમાંથી જે પાણી નીકળવાનું ચાલુ થયું હતું તે સોમવારે બંધ થઈ ગયું. ભૂગર્ભથી કુદરતી રીતે પાણીનો પ્રવાહ બંધ થવાથી જિલ્લા પ્રશાસન તથા અન્ય એજન્સીઓએ રાહતના શ્વાસ લીધા છે. પાણીની સાથે સાથે ગેસનું લિકેજ પણ બંધ થઈ ગયું છે. પરંતુ આ બધામાં જે ચોંકાવનારી વાત સામે આવી છે.
રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના મોહનગઢ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ટ્યૂબવેલના ખોદકામ દરમિયાન ભૂગર્ભમાંથી જે પાણી નીકળવાનું ચાલુ થયું હતું તે સોમવારે બંધ થઈ ગયું. ભૂગર્ભથી કુદરતી રીતે પાણીનો પ્રવાહ બંધ થવાથી જિલ્લા પ્રશાસન તથા અન્ય એજન્સીઓએ રાહતના શ્વાસ લીધા છે. પાણીની સાથે સાથે ગેસનું લિકેજ પણ બંધ થઈ ગયું છે. પરંતુ આ બધામાં જે ચોંકાવનારી વાત સામે આવી છે તે મુજબ ભૂગર્ભજળ વિશેષજ્ઞોનું કહેવું છે કે જમીનમાંથી ટર્શરી કાળની રેતી નીકળી છે. આવામાં એવી શક્યતા છે કે જે પાણી નીકળ્યું છે તે 60 લાખ વર્ષ જૂનું હોઈ શકે છે. આવી સ્થિતિમાં અભ્યાસની જરૂર છે અને આ માટે અનેક કૂવા ખોદવાની જરૂર છે.
પાણી સાથે નીકળી ટર્શરી કાળની રેતી?
મીડિયા રિપોર્ટ મુજબ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, IIT જોધપુર સાથે સ્ટેટ ગ્રાઉન્ડ વોટર બોર્ડના પ્રભારી અને વરિષ્ઠ ભૂગર્ભ જળ વૈજ્ઞાનિક ડો. નારાયણ ઈનખિયા સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. અહીં બોરિંગ સ્થળ પર જમીનમાં દબાયેલા ટ્રક, મશીનો વગેરે કાઢવાની અને ફરીથી પાણી શરૂ ન થાય તે માટે ટેક્નોલોજીની મદદથી ઓએનજીસી સાથે સંપર્ક કરીને ક્રાઈસિસ મેનેજમેન્ટ ટીમની માંગણી કરાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ ભૂગર્ભ જળ વિશેષજ્ઞોએ એક ચોંકાવનારી વાત કરી છે. તેમનું માનવું છે કે પાણીની સાથે જે રેતી બહાર નીકળી છે તે ટર્શરી કાળ સંલગ્ન છે અને એવી શક્યતા છે કે જમીનમાંથી નીકળેલું પાણી લાખો વર્ષ જૂનું હોઈ શકે.
28 ડિસેમ્બરથી શરૂ થયો સિલસિલો
નોંધનીય છે કે 28 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગે ભાજપ નગર મંડળ અધ્યક્ષ વિક્રમ સિંહના ખેતરમાં બોરવેલનું ખોદકામ ચાલુ હતું. લગભગ 850 ફૂટ ખોદકામ બાદ અચાનક ભારે પ્રેશર સાથે પાણી નીકળવા લાગ્યું. જમીનની અંદરથી ગેસ પણ પ્રેશરથી બહાર આવી રહ્યો હ તો. જેના કારણે પાણીની ધાર 10 ફૂટ સુધી ઊંચી હતી. આ નજારો જોઈને લોકો દહેશતમાં આવી ગયા હતા. ખેડૂતોના ખેતરોમાં પાણી વહેવા લાગ્યું હતું. પરંતુ હવે ત્રણ દિવસ બાદ આ પાણી બંધ થયું છે.
જો કે વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ લીકેજ ગમેત્યારે ચાલુ થઈ શકે છે. જેનાથી ઝેરી ગેસ જેવા હાનિકારક તત્વો પણ નીકળી શકે છે. જિલ્લાધિકારીએ આ વિસ્તારમાં ભારતીય નાગરિકતા સુરક્ષા સંહિતાની કલમ 163 ની જોગવાઈઓ લાગૂ કરી છે. લોકોને ખોદકામના ક્ષેત્રના 500 મીટરના દાયરાથી દૂર રહેવાના નિર્દેશ અપાયા છે.
સરસ્વતી નદી પ્રગટ થઈ?
એવું કહેવાય છે કે રાજસ્થાનમાં વર્ષો પહેલા સરસ્વતી નદી વહેતી હતી. પરંતુ ત્યારબાદ તે વિલુપ્ત થઈ ગઈ. વિસ્તારના વડીલોનું માનવું છે કે ફરીથી સરસ્વતી નદી જમીનમાંથી આપોઆપ પ્રગટ થઈ હશે. મોહનગઢમાં જમીનમાં નીકળેલા આ પાણીને જોઈે લોકો દહેશતમાં છે. પાણી સાથે ગેસ પણ નીકળ્યો. જો કે ONGC ના અધિકારીઓ ઘટનાસ્થળ પર આવ્યા અને જમીનમાંથી નીકળેલા ગેસની તપાસ કરી તો તેમણે લીક થનારા ગેસને સામાન્ય ગણાવ્યો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)